રકુલપ્રીત બાદ વધુ એક અભિનેત્રી લેશે સાતફેરા, આ અભિનેતા સાથે કરશે બીજીવાર લગ્ન…
નવા વર્ષમાં ઘણા બોલીવુડ સેલેબ્રિટીઝના ઘરે લગ્નની શરણાઇઓ ગૂંજવાની છે. આમિરપુત્રી ઇરા ખાન, રકુલપ્રીત બાદ હવે વધુ એક પોપ્યુલર અભિનેત્રી પ્રભુતામાં પગલા માંડવા જઇ રહી છે. આ અભિનેત્રી છે અદિતી રાવ હૈદરી.
બોલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી પોતાનાથી સાત વર્ષ મોટા સાઉથના અભિનેતા સિદ્ધાર્થને ડેટ કરી રહી છે. જો કે બંનેએ લગ્નની વાતને સમર્થન તો આપ્યું નથી, પરંતુ બંનેના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ બંનેનો સંબંધ ઘણો આગળ વધી ગયો છે.
અદિતિ રાવ હૈદરીના સંબંધોની ચર્ચા તેના સ્ટેટસને કારણે શરૂ થઈ હતી. જેના કારણે તે ઘણી ચર્ચામાં છે. આ સ્ટેટસને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અદિતિ રાવ હૈદરી એક્ટર સિદ્ધાર્થને ડેટ કરી રહી છે. તેણે પોતાના સ્ટેટસમાં જે ફોટો શેર કર્યો છે તેમાં તે અને એક્ટર સિદ્ધાર્થ ખૂબ જ નજીક જોવા મળે છે. બંનેની નિકટતા અનેક પ્રકારની બાબતોને જન્મ આપી રહી છે. આ સુંદર તસવીર જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમનો સંબંધ મિત્રતાથી ઘણો આગળ વધી ગયો છે. કદાચ અદિતિ રાવ હૈદરી પણ પોતાના સ્ટેટસ દ્વારા આવો જ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે.
ફેન્સ પણ આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. જેઓ તેમના પર ખૂબ જ ખુલ્લેઆમ પ્રેમ વરસાવી રહ્યા છે. આ કપલને જોઈને એક યુઝરે લખ્યું કે તમે બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છો. એક ચાહકે કમેન્ટ કરી કે તમે બંને એક પરફેક્ટ કપલ જેવા લાગો છો.
સિદ્ધાર્થ અદિતિ રાવ હૈદરી કરતાં સાત વર્ષ મોટો છે. અદિતિ રાવ હૈદરી હાલમાં 37 વર્ષની છે જ્યારે સિદ્ધાર્થ 44 વર્ષનો છે. ખાસ વાત એ છે કે બંનેના પહેલા લગ્ન સફળ થઈ શક્યા ન હતા. સિદ્ધાર્થના પ્રથમ લગ્ન વર્ષ 2003માં થયા હતા અને 2007માં છૂટાછેડા થઈ ગયા હતા. જ્યારે અદિતિ રાવ હૈદરીએ પહેલા સત્યદીપ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જોકે તેણે લગ્નના સમાચાર છુપાવ્યા હતા અને છૂટાછેડાના સમાચારને સમર્થન આપ્યું હતું.