કેસરીયા પછી હવે અરિજિતનું સતરંગા ઈશ્ક ધૂમ મચાવશે…?
અરિજિત સિંહનું કેસરીયા તેરા ઈશ્ક હૈ પિયા રણબીર અને આલિયા પર ફિલ્માવવામાં આવ્યું હતું અને તે આજે પણ એટલું જ સંભળાય છે. ત્યારે હવે ફરી તે ઈશ્કનો રંગ લઈને આવ્યો છે. આ વખતે પણ તેણે રણબીર માટે જ ગાયું છે. હુઆ મેં પછી રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું નવું ગીત રિલીઝ થયું છે, જે અરિજીત સિંહે ગાયું છે.
આ ગીતમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જામતી દેખાય છે. વળી, આ ગીતની શરૂઆતમાં જ કરવા ચોથનો સિન છે આથી એકદમ સહી સમય પર લોકોના દિલ પર ક્લિક થઈ રહ્યું છે. રણબીર ઘરે આવે છે ત્યાર બે સંતાનોને સૂવડાવી રશ્મિકા તેની રાહ જોતા જોતા ખુરશી પર સૂઈ ગઈ હોય છે, રણબીર તેને જગાડે છે અને લાલ કપડામાં સજ્જ રશ્મિકા તેને ચારણી લઈ અગાસીમાં ચાંદ જોવા લઈ જાય છે. ગીતના શબ્દો પણ સરસ છે.
આ ગીતના બોલ સતરંગા રે ઈશ્ક છે, જે લોકોની લાગણીનો નવો રંગ રજૂ કરે છે. અરિજિતના રૂહાની અવાજમાં આ ગીત સાંભળવું ગમે છે. ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.
ગીત તો લોકોને ગમ્યા છે હવે ફિલ્મ ગમે છે કે નહીં તે જોવાનું રહ્યું.