આ ફિલ્મ કર્યા બાદ 12મી ફેલના વિક્રાંત મેસીને લેવી પડી હતી થેરાપી….
મુંબઈ: ઘણીવાર ફિલ્મો તેની સ્ટોરીના કારણે ઘણી સરસ ચાલે છે. અને આવી જ રીતે ફિલ્મ 12મી ફેલ પણ લોકોના દિલમાં વસી ગઈ. અને વિક્રાંત બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો તેને આ ફિલ્મથી અભિનેતા તરીકે એક નવી ઓળખ મળી છે. આમ તો જોકે તેનો અભિનય હંમેશા એટલો દમદાર હોય છે કે કોઈ ફમ ફિલ્મમાં વિક્રાંતને જોવો ગમે છે.
તેની એક પછી એક શ્રેષ્ઠ ફિલ્મો આવી રહી છે. પરંતુ આ દરમિયાન વિક્રાંતે પોતાના વિશે પણ ઘણી બાબતો જાહેરમાં કહી છે. વિક્રાંતે કહ્યું હતું કે તે આ ફિલ્મ કર્યા બાદ થેરાપી લેવી પડી હતી કારણકે તે થોડા ઘણા અંશે ડીપ્રેશનમાં જતો રહ્યો હતો.
વિક્રાંત અલગ જ રોલ કરવા માટે જાણીતો છે. તે ઘણીવાર પોતાની ફિલ્મોમાં કંઈક નવું કરતો જોવા મળે છે.
પરંતુ એક એવી ફિલ્મ પણ હતી જેમાં કામ કરવું વિક્રાંત માટે એક અલગ જ અનુભવ હતો. તેને એવા તબક્કામાંથી પસાર થવું પડ્યું જે તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું. આ ફિલ્મનું નામ છે અ ડેથ ઇન ધ ગુંજ, જેનું નિર્દેશન કોંકણા સેન શર્માએ કર્યું હતું. આ ફિલ્મમાં વિક્રાંત લીડ રોલમાં હતો. આ ફિલ્મમાં કામ કર્યા પછી અભિનેતા એક અલગ ઝોનમાં જતો રહ્યો હતો તેને કોઈની સાથે વાત કરવી કે કંઈ જ બોલવું નહોતું ગમતું તે હંમેશા એક રૂમમાં પુરાઈ રહેવા ઈચ્છતો હતો.
ફિલ્મની પોતાના પર થયેલી અસર વિશે જણાવતા વિક્રાંતે કહ્યું હતું કે મારે આમાંથી બહાર નીકળવા માટે થેરાપી લેવી પડી હતી. કારણકે તમે તમારી આ તકલીફ તમારા તમારા પરિવારના સભ્યોને જણાાવશો તો તેઓ તમારા માટે વધારે ચિંતા કરે છે. અને એટલે જ આવી સ્થિતિમાં પરિવાર સાથે વાત કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ડેથ ઇન ધ ગુંજ એ ખૂબ જ ડાર્ક ફિલ્મ હતી અને તેના કારણે હું સાવ અલગ જ ઝોનમાં ચાલ્યો ગયો હતો.
ત્યારે 12મી ફેલ ફિલ્મ દરમિયાન પણ વિક્રાંતને એક અલગ જ અનુભવ થયો હતો. જેના વિશે વિધુ વિનોદ ચોપરાએ પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મના એક સીન જેમાં મનોજનું બ્રેકડાઉન થાય છે અને તે ખૂબ રડે છે. કટ કહ્યું તેમ છતાં વિક્રાંત હજુ પણ રડતો હતો કારણ કે તે તેની લાગણીઓને કાબૂમાં રાખી શકતો ન હતો.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 12મી ફેલને દર્શકો અને સેલિબ્રિટીઝ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મને ઓસ્કાર નોમિનેશન માટે પણ મોકલવામાં આવી છે.