અરબાઝ ખાન બાદ આ અભિનેતાએ પણ 58 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્ન
બોલીવુડના ખાન પરિવારના લાડલા અરબાઝ ખાનના બીજા લગ્ન ખૂબ ચર્ચામાં છે, જો કે અરબાઝ સિવાય પણ એક પ્રખ્યાત અભિનેતા છે જેમણે હાલમાં જ બીજા લગ્ન કર્યા છે, એ અભિનેતા છે રોનિત રોય, અને તેમણે પોતાની જ પત્ની સાથે બીજીવાર લગ્ન કર્યા છે.
અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ શેર કર્યો હતો. રોનિતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા લગ્નના વીડિયોમાં જોવા મળ્યું હતું કે તે તેની પત્ની નીલમ બોઝ રોય સાથે 20 વર્ષ બાદ ફરીથી ફેરા ફર્યા હતા. આ કપલ ખૂબ સુંદર દેખાઈ રહ્યું હતું. રોનિત અને નીલમનો પુત્ર અગસ્ત્ય બોઝ પણ તેના માતા-પિતાના લગ્નની મજા માણતો જોવા મળ્યો હતો.
નિતે તેની પત્ની સાથે વિધિ-વિધાન સાથે લગ્ન કર્યા. અભિનેતાએ તેની પત્ની નીલમ સાથે સાત ફેરા લીધા, કપાળ પર સિંદૂર લગાવ્યું અને લગ્નની તમામ વિધિઓ પણ પૂર્ણ કરી. આ દરમિયાન રોનિત સફેદ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો જ્યારે તેની પત્ની લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ કપલને તેમના લગ્નની વર્ષગાંઠ પર સતત અભિનંદન આપી રહ્યા છે.