
મિસ યુનિવર્સ અને બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેનો ખટરાગ હવે ધીરે ધીરે પૂરો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એક સમયે જ્યાં આ કપલ અલગ અલગ દેખાતું હતું ત્યાં હવે તે સાથે સાથે જોવા મળી રહ્યું છે. ઐશ્વર્યા-અભિષેક હવે લોકોની સામે એવું દેખાડી રહ્યા છે કે તેમની વચ્ચે બધું ઠીક છે અને તેઓ હજી પણ સાથે જ છે.
આ બધા વચ્ચે ઐશ્વર્યાએ હવે એવું કામ કર્યું છે કે જેને કારણે બચ્ચન પરિવાર ખૂબ જ ખુશ થશે અને એક્ટ્રેસને પણ ગુડ ન્યુઝ મળી છે. ફેન્સ પણ આ વાતથી ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને ઐશ્વર્યાને શુભેચ્છા આપી રહ્યા છે.
ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં એક્ટ્રેસ પોતાના કામને કારણે સન્માનને પાત્ર બની છે. ઐશ્વર્યાએ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે, પરંતુ 2008માં આવેલી તેની ફિલ્મ જોધા અકબર (Jodha Akbar) બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. જેમાં ઐશ્વર્યા સાથે રીતિક રોશને લીડ રોલ પ્લે કર્યો હતો.
હવે વર્ષો બાદ ફિલ્મમાં ઐશ્વર્યાએ નિભાવેલા કેરેક્ટરને એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે ઈન્ટરનેશનલ લેવલ પર ખાસ ઓળખ અપાવી છે. એકેડમીએ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી ફેન્સ સાથે શેર કરી છે.
એકેડેમીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટશેર કરીને જણાવ્યું છે તેમણે ઐશ્વર્યાના કયા લહેંગાને સન્માન આપ્યું છે. આ એ જ લહેંગો છે જે જોધા અકબરમાં ઐશ્વર્યાએ પોના લગ્ન સમયે પહેર્યો હતો. આ સુંદર લહેંગો રાજપુતાના થીમ પર આધારિત હચો અને તેને જોઈને આજે પણ લોકો પ્રેરિત થાય છે.
આ લહેંગો એકેડેમી મ્યુઝિયમના કલર ઈન મોશન એક્ઝિબિશનનો હિસ્સો બન્યો છે. એકેડ્મીએ પોતાના પોસ્ટમાં આ આઉટફિટની બારીકીઓ વિશે વાત કરી છે અને તેને ભારતીય ફિલ્મોના સમૃદ્ધ ઈતિહાસ અને કળાત્મકતાનું ઉદાહરણ ગણાવ્યુ હતું.
Also Read – Amitabh Bachchan પણ કરે છે રસ્તા પરતી શોપિંગ, Jaya Bachchan માટે લઈ જાય છે આ ખાસ વસ્તુ…
ઐશ્વર્યાના ફેન્સ હવે આ વાતથી ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને તેના માટે ઐશ્વર્યાને શુભેચ્છા પણ આપી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે અભિષેક બચ્ચન પોતાની પત્ની ઐશ્વર્યા માટે ખૂબ જ લકી છે. બંને વચ્ચે બધુ ઠીક થવાના તરત જ બાદમાં ઐશ્વર્યાને આ સન્માન અને ખુશી મળી છે.
જોકે, હવે આ વાતમાં કેટલું તથ્ય છે એ તો રામ જાણે, પણ આ વાત ચોક્કસ જ ઐશ્વર્યા અને તેના ફેન્સ માટે એક બેસ્ટ ન્યુ યર ગિફ્ટ હશે, એમાં કોઈ શંકા જ નથી. આપણે તો ઈચ્છીએ કે ન્યૂ યર પર બચ્ચન પરિવારમાં પણ બધું ઠીક થઈ જાય.