11 વર્ષ પછી ઝરીના વહાબે જિયા ખાનના મૃત્યુ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું?

મુંબઈઃ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘ગજની’ ફેમ જિયા ખાનનું ૩ જૂન, ૨૦૧૩ના જૂહૂમાં પોતાના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હોવાના સમાચારે દેશને આંચકો આપ્યો હતો ત્યાર બાદ ૧૦ જૂન, ૨૦૧૩ના રોજ, તેના પ્રેમી અને અભિનેતા સૂરજ પંચોલીની જિયા ખાન કેસમાં હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અગિયાર વર્ષ બાદ હવે સૂરજની માતા અને હિન્દી સિનેમાની પીઢ અભિનેત્રી ઝરીના વહાબે આ કેસમાં જિયાના ભૂતકાળ અને તેના પુત્રના જીવન પર પડેલી ખરાબ અસર વિશે વાત કરી હતી.
આ પણ વાંચો: 7 વર્ષથી રિલેશનશીપમાં છે સૂરજ પંચોલી, ઇન્ટરવ્યૂમાં કહ્યું જિયા અને મારી વચ્ચે..
એક ઈન્ટરવ્યૂમાં ઝરીના વહાબે ખુલાસો કર્યો છે કે સૂરજ પંચોલીને મળ્યા બાદ જિયા ખાનની માનસિક સ્થિતિ શું હતી. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પહેલા અભિનેત્રીએ ઘણી વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આ પહેલા પણ જિયાએ ૪-૫ વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યે જ્યારે મારા પુત્રનો વારો આવ્યો ત્યારે તે મૃત્યુ પામી અને તે બધાની નજરમાં અપરાધી બની ગયો.
ઝરીના વહાબે આગળ કહ્યું હતું કે આ કેસની સૂરજની કારકિર્દી પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. તેના પર ચાલી રહેલી કાનૂની લડાઈએ તેમના પુત્રના જીવનને બરબાદ કરી નાખ્યું, જેથી ફિલ્મ ઉદ્યોગમાં પણ તેનું નામ કલંકિત થયું. ‘અમે ખૂબ ખરાબ સમયમાંથી પસાર થયા છીએ, પરંતુ હું એક વાતમાં વિશ્વાસ રાખું છું. જૂઠું બોલીને કોઈનું જીવન બગાડશો તો તમને પણ વ્યાજ સાથે પાછું મળશે અને આને જ કર્મનું ફળ કહે છે.
આ પણ વાંચો: એ સ્મશાનમાં રોવા લાગી, અચાનક ગુજરાતી બોલવા લાગી… ટીવીના એક્ટરે જણાવ્યો ડરામણો અનુભવ
મારા દીકરાને નિર્દોષ સાબિત થતા ૧૦ વર્ષ લાગ્યા, પણ આજે તે તેમાંથી બહાર આવ્યો છે અને હું ખુશ છું. હું જાણું છું કે તે શું કરતી હતી. પરંતુ હું મારું મોં ખોલવા માંગતી નથી. હું બોલીને મારી જાતને નીચી પાડવા નથી માંગતી.