રિલિઝને બે દિવસ બાકી છે ને જૉલી એલએલબીના એડવાન્સ બુકિંગ જોરમાં

અક્ષય કુમાર અને અરશદ વારસીની જૉલી એલએલબી ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિરિઝ શુક્રવારે થિયેટરોમાં રિલિઝ થશે. આ ફિલ્મની પહેલી બે સિરિઝ લોકોને ઘણી ગમી છે અને ત્રીજી સિરિઝના ટ્રેલરને પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો, હવે આ ફિલ્મ જોવા માટે પણ લોકોમાં સારો ઉત્સાહ જોવા મળે છે, આથી ફિલ્મની ઑપનિંગ તો સારી થશે તેમ લાગી રહ્યું છે. જૉલી એલએલબીની રિલિઝને બે દિવસની વાત છે, પણ તેના એડવાન્સ્ડ બુકિંગના આંકડા જોઈએ તો દેશના ટોપ ત્રણ થિયેટરોમાં જ 11,000 જેટલી ટિકિટ્સ બુક થઈ છે. આ આંકડો ગઈકાલ રાતનો છે, એટલે કે હજુ આજે અને આવતીકાલે બે દિવસ બાકી છે, જેમાં આ આંકડો ઘમો ઊંચો જવાની સંભાવના છે.
ફિલ્મ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર રૂ. 10થી 12 કરોડની કમાણી કરશે તેમ લાગે છે. ફિલ્મનો વિક એન્ડનો આંકડો 25 કરોડ પહોંચી શકે છે. અક્ષય અને અરશદની સાથે સૌરભ શુક્લાએ પણ કમાલ કરી છે. આ ત્રણેયનો કોમેડી કોર્ટ ડ્રામા સુપરહીટ થશે તેનું બીજું કારણ એ છે કે શુક્રવારે તેને ટક્કર આપવા બધા જ નવા નિશાળિયા છે. આ દિવસે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની બાયોપિક અજેય રિલિઝ થાય છે અને સાથે ઐશ્વર્ય ઠાકરેની નિશાનચી આવી રહી છે. આ બન્ને ફિલ્મો પાસેથી પણ સારી આશા છે, પણ જૉલી એલએલબી હીટ ફોર્મ્યુલા સાથે જ આવી રહી છે અને અક્ષય કુમાર કૉમેડી કિંગ છે આથી તેને વધારે રિસ્પોન્સ મળે તેમ માનવામાં આવે છે.
આપણ વાંચો: આખો પરિવાર રાજનીતિમાં ગળાડૂબ, પણ આ એક દીકરો બનવા જઈ રહ્યો છે એક્ટર…