મનોરંજન

જાણીતા સિંગર પર તૂટ્યો દુઃખોનો પહાડ, છૂટ્યો નજીકની વ્યક્તિનો સાથ, પોસ્ટ શેર કરીને આપી માહિતી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આજે વધુ એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર અદનાન સામી (Adnan Sami)ના માતા નૌરીન સામી ખાનના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. 90ના દાયકાના બહેતરીન સિંગરમાં એક અદનાન પોતાના મધુર સંગીતથી અનેક લોકોના દિલ જિતી લીધા છે. અદનાન સામીએ આજે સોમવારે સવારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મા બેગમ નૌરીન સામી ખાનનો 77ની ઉંમરમાં નિધન થયું છે. અદનાન સામીએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને મમ્મીનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.

અદનાન સામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જોકે, અદનાને માતાનું નિધન કયા કારણે થયું એ હજી સુધી જણાવ્યું નથી. અદનાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ખૂબ જ દુઃ ખ સાથે જણાવવાનું કે મારી પ્યારી માતા બેગમ નૌરીન સામી ખાનના નિધનના સમાચાર તમારી સાથે શેર કરું છે. અમે ખૂબ જ દુઃખમાં છીએ.

આ પોસ્ટ જોયા બાદ ફેન્સ ખૂબ જ દુઃખમાં સરી પડ્યા છે. અદનાને પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે મારી માતા એક અવિશ્વસનીય મહિલા હતી. એમણે હંમેશા દરેક વ્યક્તિ સાથે ખૂબ જ માન-સન્માનથી વાત કરી હતી. તેઓ દરેક સાથે પ્રેમ અને ખુશીથી વાત કરતાં હતા. અમે એમને ખૂબ જ યાદ કરીશું,. એમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરજો…

આ પણ વાંચો : શ્વાન બાદ હવે બિગ બોસમાં થઇ ગધેડાની એન્ટ્રી…

સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચાર સાંભળીને ફેન્સ અને ફોલોવર્સ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક્ટ્રેસ મિની માથુરે કમેન્ટ કરીને સાંત્વના આપી છે. સિંગર રાઘવે પણ અદનાનની માતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. અદનાન સામીનો જન્મ 15મી ઓગસ્ટ, 1971ના લંડનમાં થયો હતો અને તેમનો ઉચ્છેર ત્યાં જ થયો હતો. અદનાનના પિતા પાકિસ્તાન વાયુસેનામાં પાયલટ હતા અને બાદમાં તેમનું પ્રમોશન થયું અને તેઓ વરિષ્ઠ અધિકારી બની ગયા જેમણે 14 દેશમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે કામ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button