Mukesh Ambaniએ ભરી મહેફિલમાં કર્યું કંઈક એવું કે Nita Ambaniએ મોઢું છિપાવી દીધું?
અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં સોશિયલ મીડિયા પર ગ્રાન્ડ વેડિંગ અને સેલિબ્રેશનને કારણે છવાયેલો જ છે. દરરોજ ઈવેન્ટની અનસીન વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આવી જ એક ક્લિપ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કંઈક કર્યું હતું કે જેને કારણે નીતા અંબાણી (Nita Ambani) એકદમ શરમથી પાણી-પાણી થઈ જાય છે. ચાલો તમને જણાવીએ આખરે એવું તે શું કર્યું મુકેશ અંબાણીએ…
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ગુજરાતના જાણીતા કલાકાર આદિત્ય ગઢવી (Gujarat Famous Singer Aditya Gadhavi) ગુજરાતી ગીત તારી આંખનો અફીણી ગાઈ રહ્યા છે અને તેમણે આ પર્ફોર્મન્સ પહેલાં કહ્યું હતું કે આ ગીત મુકેશ અંબાણી તરફથી નીતાબેન અંબાણીને ડેડિકેટેડ છે. આ સાંભળીને નીતા અંબાણીનો ચહેરો શરમથી લાલચોળ થઈ જાય છે અને નીતા અંબાણી પોતાનું મોઢું બંને હાથ વચ્ચે છુપાવી લે છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે એ તો જાણી નથી શકાયું પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચેની કેમેસ્ટ્રી જોઈને તો તેમના સંતાનો પણ એકદમ ઈર્ષા કરશે કે ભાઈ જોડી હોય તો આવી. જોકે, આ પહેલી વખત નથી કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચેની અદ્ભૂત કેમેસ્ટ્રી જોવા મળી હોય.
હાલમાં જ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન સમયે પણ રિસેપ્શન સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નીતા અંબાણી રિસેપ્શન બાદ જ્યારે મીડિયાકર્મીઓને પોતાના પરિવારનો પરિચય કરાવતા જોવા મળે છે અને એ સમયે તેમણે જ્યારે મુકેશ અંબાણીનો પરિચય કરાવ્યો ત્યારે તેમણે ખાસ સંબોધન કર્યું હતું. જેનો વીડિયો પણ સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Anantના લગ્ન બાદ Mukesh Ambaniને મોટા દીકરા Akash Ambaniએ આપી Good News…
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નીતા અંબાણી મુકેશ અંબાણીનો પરિચય આપતા જણાવ્યું હતું કે અમારા સીઈઓ સાહેબને તો ખાસ કંઈ અલગ પરિચયના મોહતાજ નથી.. આ વીડિયોમાં પણ બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.