મનોરંજન

‘ધુરંધર’ ફિલ્મને પ્રોપગંડા કહેનારાઓને આદિત્ય ધરે આપ્યો જવાબઃ ધ્રુવ રાઠી પર સાધ્યું નિશાન

મુંબઈ: આદિત્ય ધરની ‘ધુરંધર’ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે. આ સાથે ‘ધુરંધર’ બોલીવુડની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. જોકે, ઘણા વિવેચકો ‘ધુરંધર’ને પ્રોપોગંડા ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં યુટ્યુબર ધ્રુવ રાઠીનો પણ સમાવેશ થાય છે, પરંતુ, ડિરેક્ટર આદિત્ય ધરે નામ લીધા વગર ધ્રુવ રાઠીને ફિલ્મની ટીકા અંગે પણ જવાબ આપ્યો છે.

ધ્રુવ રાઠીએ પોતાના એક વીડિયોમાં ‘ધુરંધર’ ફિલ્મ અંગે કહ્યું હતું કે સારી રીતે બનેલી પ્રોપગંડા ફિલ્મ વધારે ખતરનાક હોય છે. જોકે, ‘ધુરંધર’ ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’ જેવી ખતરનાક ન હતી, કારણ કે તે બકવાસ ફિલ્મ હતી. પરંતુ ‘ધુરંધર’ એક આકર્ષક ફિલ્મ છે.

ધ્રુવ રાઠીએ પોતાના વીડિયોમાં ‘ધુરંધર’ ફિલ્મને બકવાસ ગણાવી હતી. જેનો આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે. ‘ધુરંધર’ ફિલ્મના ચાહકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ ‘ધુરંધર’ ફિલ્મના રિવ્યુ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી તરીકે શેર કરી રહ્યા છે. ‘ધુરંધર’ ફિલ્મના એક ફેન્સે આદિત્ય ધરને મેન્શન કરીને એક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. જેને આદિત્ય ધરે શેર કરી હતી.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખવામાં આવ્યું હતું કે, ભારતીય સિનેમામાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. બોક્સઓફિસ પર ‘ધુરંધર’ની સફળતા એ દર્શાવે છે કે, તે ઓર્ગેનિક છે. ફિલ્મના રિલીઝ થયાના પહેલા અઠવાડિયામાં ‘કોર્પોરેટ બુકિંગ્સ’નો શોર મચાવતા લોકો હવે અચાનક ચૂપ થઈ ગયા છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આગળ જણાવ્યું હતું કે, એક વીડિયો ક્રિએટરે ફિલ્મની આલોચના કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પોતે જ આલોચનામાં વહીં ગયો. આજે ‘ધુરંધર’નો એક ક્રેઝ છે. એક સુનામી જે પોતાના રસ્તામાં આવનારી કોઈ પણ રિલીઝને વહાવીને લઈ જશે. એક સુનામી જે 2026 સુધી ચાલશે. આ જલ્દી રોકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે પોસ્ટમાં આદિત્ય ધર અને તેની ટીમના પણ વખાણ કરવામાં આવ્યા છે. જોકે, આદિત્ય ધરે આ સ્ટોરીમાં કોઈ કમેન્ટ કરી નથી, પરંતુ આ પોસ્ટને રિશેર કરીને ધ્રુવ રાઠીની આલોચનાનો જવાબ અવશ્ય આપી દીધો છે.

આપણ વાંચો:  દયાબહેનનો નવો અંદાજ જોઈ ફેન્સ થયા આશ્ચર્યચકિત! વીડિયો થયો વાઈરલ, શું શોમાં કરશે વાપસી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button