Aishwarya Rai-Bachchanને આપ્યું અલ્ટીમેટમ, કહ્યું 10 દિવસમાં…
બચ્ચન પરિવાર (Bachchan Family)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલી છે. જોકે, એ વાત અલગ છે કે હાલમાં આ પાવરફૂલ ફેમિલી પર્સનલ ડિસ્પ્યુટ્સને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના વિવાદનો અંત નથી આવી રહ્યો. ઐશ્વર્યા રાય-બચ્ચન કૂબ જ સુંદર દેખાય છે, પણ તેની સાથે પણ એવી ઘટનાઓ બની છે કે જેને સાંભળીને તમને એના પર વિશ્વાસ નહીં થાય. ચાલો તમને આજે આવે આવા જ એક કિસ્સા વિશે જણાવીએ-
ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તેણે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપ્યું છે. વચ્ચે થોડું ઐશ્વર્યાનું વજન થોડું વધી ગયું હતું, પરંતુ તેણે મહેનત કરી અને હવે ઐશ્વર્યા ફરી એક વખત શેપમાં આવી ગઈ છે. આ કિસ્સો ફિલ્મ ધૂમ-ટુ (Dhoom-2) વખતનો છે. આ ફિલ્મ સમયે આદિત્ય ચોપ્રાએ ઐશ્વર્યાને ચેતવણી આપી હતી કે તેણે તેનું વજન ઘટાડવું પડશે.
આપણ વાંચો: Amitabh Bachchanએ વર્ષો બાદ ખોલ્યું બચ્ચન પરિવારનું સિક્રેટ…
આ વિશે એક જૂના ઈન્ટરવ્યુમાં ખુલાસો થયો હતો. જેમાં એવું જાણવા મળ્યું હતું કે આદિત્ય ચોપ્રા ફિલ્મની પૂરી કાસ્ટને સંપૂર્ણપણે ફિટ જોવા માંગતા હતા અને એટલે જ તેમણે ઐશ્વર્યાને અલ્ટીમેટમ આપી દીધું હતું કે તે 10 દિવસમાં 5 કિલો વજન ઘટાડીને શેપમાં આવી જાય.
એ જ વખતે ઐશ્વર્યા ફિલ્મ ગુરુનું શૂટુંગ કરી રહી હતી અને તેણે થોડું વેટ પુટ ઓન કરી દીધું હતું. ધૂમ-ટુ માટે ઐશ્વર્યાએ ખૂબ જ વજન ઘડાટ્યું હતું અને એકદમ સ્લિમ ટ્રીમ બની ગઈ હતી. ઐશ્વર્યાને આ લૂકને દર્શકોએ ખૂબ જ પસંદ પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધૂમમાં રીતિક રોશન (Hrithik Roshan) સાથે ઐશ્વર્યાની જોડી બની હતી, જ્યારે ફિલ્મ ગુરુમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનની સાથે જોવા મળી હતી.
આપણ વાંચો: Aishwarya Rai Bachchanને મૂકીને આ ક્યાં પહોંચ્યો બચ્ચન પરિવાર?
ધૂમની વાત કરીએ તો આ ફિલ્મમાં રીતિક રોશન સાથેના ઐશ્વર્યાના કિસિંગ સીનને કારણે ખાસ્સી એવી બબાલ મચી હતી અને ઐશ્વર્યાને લીગલ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે અને બંને જણ એકબીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યાના લઈને પિયરમાં રહે છે અને જાહેરમાં પણ બચ્ચન પરિવાર સાથે દેખાવવાનું ટાળે છે.