ફરી લગ્ન કર્યા બોલીવૂડની આ હસીનાએ, સોશિયલ મીડિયા પર ફોટોઝ થયા વાઈરલ…

એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી (Aditi Rao Hydari)એ સિદ્ધાર્થ સાથે બીજા લગ્ન કર્યા છે, જેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. અદિતી અને સિદ્ધાર્થની ક્યુટ કેમેસ્ટ્રી અને બોન્ડિંગ જોઈને નેટિઝન્સ પણ એકદમ ચોંકી ઉઠ્યા છે અને આ ફોટોએ ફેન્સનું દિલ જિતી લીધું છે.
આ પણ વાંચો : સર્જરી કરાવી નથી પણ ગોરી કઈ રીતે થઈ? કાજોલે ટ્રોલર્સને શું જવાબ આપ્યો?

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં અદિતી અને સિદ્ધાર્થ એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળ્યા હતા. બંનેના ચહેરા પરથી ખુશી, સ્માઈલ અને એક્સાઈટમેન્ટ જોઈને ફેન્સ પણ એકદમ ખુશમખુશ થઈ ગયા હતા. આ વખતે અદિતિએ સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલો રેડ કલરનો બ્રાઈડલ લહેંકો પહેર્યો હતો. આ લહેંકામાં અદિત એકદમ ક્યૂટ અને ગોર્જિયસ લાગી રહી છે.
અદિતીના બ્રાઈડલ લૂકની વાત કરીએ તો અદિતીએ પહેરેલો લહેંગા-ચોલી અને દુપટ્ટો ત્રણેય પ્લેન હતા. આ લૂકને તેણે હેવી જ્વેલરીથી કમ્પલિટ કર્યું હતું. આ સમયે અદિતીએ માથા પટ્ટી, મોટી નથણી, હેવી ઝૂમખા અને નેકલેસ સ્ટાઈલ કર્યો હતો. અદિતીએ કપાળ પર નાનકડો ચાંદલો લગાવીને કમ્પલિટ કર્યું હતું. આ સિવાય તેણે ગયા વખતની જેમ જ ચંદ્રાકાર સિમ્પલ મહેંદી લગાવી હતી અને નો મેકઅપ લૂક કેરી કર્યો હતો. આ બ્રાઈડલ લૂકમાં અદિતીએ ચોટલો ગૂંથ્યો હતો.

સિદ્ધાર્થ અને અદિતી મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા હતા અને બંનેની જોડીને જોઈને ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફોટોની કેપ્શનમાં અદિતી અને સિદ્ધાર્થે લખ્યું હતું કે બેસ્ટ વસ્તુ છે એક બીજાને પકડીને રાખવું.
આ પણ વાંચો : IPL Auction-2025માં કેમ છવાઈ ગઈ Juhi Chawalaની દીકરી? નેટિઝન્સે કહ્યું ભાઈ…
અત્રે ઉલ્લેખનીય છે કે અદિતીના સિદ્ધાર્થ સાથેના આ બીજા લગ્ન છે. બંનેએ આ જ વર્ષે 16મી સપ્ટેમ્બરના લગ્ન કર્યા હતા. અદિતી અને સિદ્ધાર્થે 400 વર્ષ જૂના મંદિરમાં કર્યા લગ્ન. આ પહેલાં આદિતીએ સત્યદિપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન લાંબો સમય સુધી ટક્યા નહોતા અને તેઓ છુટા પડી ગયા હતા. બાદમાં અદિતીએ સિદ્ધાર્થ સાથે સપ્ટેમ્બરમાં બીજા લગ્ન કર્યા હતા.