લગ્નની ચર્ચા વચ્ચે હવે અદિતિ રાવ હૈદરીએ કરી મોટી સ્પષ્ટતા
મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી અને અચાનક લગ્ન કરવાની વાતને લઈ ચર્ચામાં આવેલી અદિતિ રાવ હૈદરી બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે લગ્ન અને રિલેશનને લઈને ખૂબ જ ચર્ચામાં આવી છે. જોકે તાજેતરમાં અદિતિ રાવ હૈદરીએ આ બાબતે મોટો ખુલાસો કર્યો છે. અદિતિએ સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે સગાઈ કરવાની સ્પષ્ટતા કરી હતી. આજે અદિતિએ તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ સાથે સગાઈની તસવીર શેર કરીને અદિતિએ જાહેરાત કરી હતી. આ તસવીરમાં સિદ્ધાર્થ અને અદિતિના હાથમાં રિંગ પણ દેખાઈ રહી છે. આ તસવીર શેર કરીને અદિતિએ લખ્યું હતું કે ‘તેણે હા કહ્યું. એન્ગેજડ’ એવું કેપ્શન પણ આપ્યું હતું. અદિતિ અને સિદ્ધાર્થની સગાઈની પોસ્ટ પર લોકો અને તેમના મિત્રોએ શુભેચ્છાઓની કમેન્ટ્સ પણ કરી હતી અને તેઓ પણ ખુશ લાગી રહ્યા છે.
છેલ્લા અનેક દિવસોથી અદિતિ અને સિદ્ધાર્થે તેલંગણાના એક મંદિરમાં ચૂપચાપ લગ્ન કરી લીધા હોવાની અફવા ફેલાઈ હતી. સંજય લીલા ભણસાલી સાથે અદિતિ રાવ હૈદરીની ‘હીરામંડી’ નામની વેબસીરિઝ રીલીઝ થવાની છે.
આ સિરીઝ માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિરીઝ બાકીની કાસ્ટ મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સેહગલ વગેરે હજાર રહ્યા હતા પણ અદિતિ ન આવતા તેના લગ્નની ચર્ચાને વેગ મળ્યો હતો.
સંજય લીલા ભણસાલીની વેબસીરિઝ ‘હીરામંડી’ના એક ઈવેન્ટમાં શોના હોસ્ટે અદિતિના લગ્ન થઈ ગયા છે એવું કહ્યું હતું, પણ હવે અદિતિએ આ બાબતે પોતે જ જાહેરાત કરતાં દરેક અફવાને અલ્પવિરામ મૂકાયું છે.
અદિતિ અને સિદ્ધર્થે 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’ના શૂટિંગ દરમિયાન બંને રિલેશનમાં આવ્યા હતા અને આ સાથે અદિતિ અને સિદ્ધાર્થ અનેક એવોર્ડ શો અને ફિલ્મ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અદિતિએ અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે પહેલા લગ્ન કરી લીધા હતા અને સિદ્ધર્થે પણ મેઘના નારાયણ સાથે પરણેલો હતો. જેથી અદિતિ તેના પતિથી અને સિદ્ધાર્થ તેની પત્નીથી અલગ થયા બાદ તેમણે આ નિર્ણય લીધો હોઈ શકે છે. તાજેતરમાં અદિતિ રાવ હૈદર વેબસિરીઝ ‘હીરામંડી’માં જોવા મળશે અને આ સાથે ‘ગાંધી ટોક્સ’ અને ‘શેરની’ આ બે પ્રોજેકટમાં પણ અદિતિ જોવા મળશે.