કપૂર ખાનદાનમાં આવી નવવધુઃ ગોવામાં લગ્ન સમારંભમાં કરિના-રણબીર ગેરહાજર…
ફરી એકવાર બોલિવૂડના સૌથી મોટા કપૂર ખાનદાનમાં (kapoor family) શરણાઈ વાગી રહી છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરનો કઝીન ભાઈ એટલે કે તેની કાકી રીમા જૈનનો દિકરો આદર જૈનના લગ્ન થઈ ગયા છે. આદરે અલેખા અડવાણી સાથે લગ્ન કર્યા છે. આ કપલના લગ્ન ગોવામાં થયા હતા અને આખુ કપૂર ખાનદાન તેમાં જોડાયુ હતું. જોકે લગ્નમાં ક્યાંય કરીના અને રણબીર કપૂર ક્યાંય જોવા મળ્યા નથી. લગ્નની તસવીરો શેર થઈ છે તેમાં જોઈ શકાય છે કે આદર-આલેખાના લગ્ન ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : યે હો ક્યા રહા હૈ? Shreyas Iyer બાદ Dhanshree Verma નો આ ક્રિકેટર સાથે ડાન્સ કરતો વીડિયો વાઈરલ…
આદર જૈન-આલેખા અડવાણીના લગ્ન 12 જાન્યુઆરીના રોજ થયા હતા. આખા લગ્નમાં ક્યાય કરીના કપૂર અને રણબીર કપૂરનો (ranbir kapoor) પરિવાર જોવા મળ્યો ન હતો. આ પ્રસંગે કરિશ્મા કપૂર, નીતુ સિંહ, રીમા જૈન, અરમાન જૈન, નતાશા નંદા અને પરિવારના અન્ય સભ્યો જોવા મળ્યા હતા. લગ્ન ગોવામાં દરિયા કિનારે યોજાયા હતા. આદર ગ્રે કલરના સૂટમાં તો આલેખા ઓફ શોલ્ડર વ્હાઈટ ગાઉનમાં મસ્ત દેખાતા હતા. આલેખાની જ્વેલરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ સાથે કરિશ્મા કપૂરની દીકરી સમાયરાનો લૂક પણ બધાને ગમ્યો હતો.
આ પણ વાંચો : ધનશ્રી અને નતાશાના બચાવમાં કૂદી પડી હવે ઉર્ફી જાવેદ
આદર જૈને (adar jain) સપ્ટેમ્બર 2024માં દરિયા કિનારે અલેખા અડવાણીને પ્રપોઝ કર્યું હતું. જ્યારે, કપલની રોકાની વીધી નવેમ્બર 2024માં થઈ હતી. આ પ્રસંગે આખો કપૂર પરિવાર ત્યા હાજર રહ્યો હતો. આલેખા પહેલા આદર અભિનેત્રી તારા સુતારિયા સાથે રિલેશનશિપમાં હતો. બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી બંને અલગ થઈ ગયા હતા.