60 વર્ષનો સાથ છૂટી ગયો… દિગ્ગજ અભિનેત્રી Shubha Khoteના પતિનું નિધન… | મુંબઈ સમાચાર

60 વર્ષનો સાથ છૂટી ગયો… દિગ્ગજ અભિનેત્રી Shubha Khoteના પતિનું નિધન…

દિગ્ગજ અભિનેત્રી શુભા ખોટે પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે તેમના પતિ દિનેશ બલસાવરનું નિધન થયું છે. ઉંમર સંબંધિત બીમારીને કારણે દિનેશ બલસાવરનું નિધન થયું છે અને આ સાથે જ શુભા ખોટે સાથેનો તેમનો 60 વર્ષનો સાથ છૂટી ગયો છે

અભિનેત્રી શુભા ખોટેએ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે પતિ દિનેશ બલસાવર સાથેના ઘણા બધા ફોટોનો એક કોલાજ ફોટો શેર કર્યો છે અને એની સાથે જ એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે 60 વર્ષ સુધી અમે લોકો બંને સાથે રહ્યા છે. આ વર્ષોમાં એકબીજાને કહ્યું હતું કે આપણે સાથે વૃદ્ધ થઈશું. જિંદગીનો અંતિમ હિસ્સો જેના માટે પહેલો બની ગયો. જીવનસાથીનો સાથ છૂટી ગયો. અલવિદા સાથી…

અત્રે ઉલ્લેખનીય છે કે શુભા ખોટે અને દિનેશ બલસાવરના લગ્ન 1960માં થયા હતા. દિનેશ બલસાવર એક કોર્પોરેટ કંપનીમાં ઉંચા હોદ્દા પર કાર્યરત હતા અને આ સિવાય તેમણે મરાઠી ફિલ્મ ચિમુકલા પાહુણામાં પણ મહેમાન કલાકારની ભૂમિકામાં કામ કર્યું હતું. આ ફિલ્મનું ડિરેક્શન અને પ્રોડક્શન શુભા કોટેએ કર્યું હતું.

દેખ ભાઈ દેખ ફેમ ભાવના બલસાવર શુભા ખોટે અને દિનેશ બલસાવરની દીકરી છે. ભાવના બલસાવરે પણ સોશિયલ મીડિયા પર પોતાના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દિનેશ બલસાવર એક ખૂબ જ સાહસી અને બહાદુર હતા. ભાવનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ હવે અમને એમના સફરની વાતો નહીં જણાવી શકશે.

સંબંધિત લેખો

Back to top button