મનોરંજન

PM Narendra Modiના ફોટાવાળો નેકલેસ પહેરી કાન ફિલ્મ ફેસ્ટિવલ પહોંચી એક્ટ્રેસ…

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડની હસીનાઓનો જલવો અને બોલબાલા જોવા મળી રહી છે, પરંતુ આ બધા વચ્ચે હરિયાણાની રૂચિ ગુજ્જરે કંઈક એવું કર્યું હતું કે જેની ચારેબાજુ ચર્ચા સાંભળવા મળી રહી છે. રૂચિ ગુજ્જર એક એક્ટ્રેસ છે અને તે 2023માં મિસ હરિયાણા પણ રહી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો ધૂમ વાઈરલ થઈ રહ્યા છે, આવો તમને જણાવીએ શું છે ખાસ રૂચિ ગુજ્જરના લૂકમાં…

વાત જાણે એમ છે કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રૂચિ ગુજ્જર રાજસ્થાની બ્રાઈડલ લૂકમાં પહોંચી હતી અને તેણે રેડ કાર્પેટ પર ગ્રેસફૂલી વોક કર્યું હતું. બ્રાઈડલ લૂકમાં રૂચિ ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ સૌનું ધ્યાન તેણે પહેરેલા નેકલેસ પર અટકી ગયું હતું. રૂચિનો આ નેકલેસ કસ્ટમાઈઝ હતો અને તેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ ફોટો લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના પાંચમા દિવસે ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું સ્ક્રીનિંગ કરાયું

રૂચિનો આ નેકલેસ ટ્રેડિશનલ રાજસ્થાની હતો જે તેણે ગોલ્ડન કલરના લહેંગા સાથે પેયર કર્યો હતો. આ આઉટફિટ ડિઝાઈનર રૂપા શર્માએ તૈયાર કર્યો હતો, જેમાં મિરર વર્ક સાથે ગોટા પટ્ટી અને એમ્બ્રોઈડરી પણ કરવામાં આવી હતી. આ આઉટફિટ સાથે રૂચિએ બાંધણીનો દુપટ્ટો અને જરદોસી તેમ જ ગોટા પટ્ટીનું કામ કરવામાં આવ્યું હતું.

આ દુપટ્ટા વિશે તેણે જણાવ્યું હતું કે આ દુપટ્ટાને પહેરીને મને એવું લાગ્યું કે જાણે હું રાજસ્થાનની આત્માને મારી ઉપર ઓઢી રહી છું. આ હાર જ્વેલરી કરતાં ખૂબ જ કિંમતી છે. જે પાવર, દુરંદેશી અને વર્લ્ડ લેવલ પર ભારતની ઉન્નતિનું પ્રતિક છે. કાનમાં આ નેકલેસ પહેરીને હું આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવા માંગતી હતી, જેમના નેતૃત્વ હેઠળ ભારતે નવી નવી ઉંચાઈઓ હાંસિલ કરી છે.

તેણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની છબિને વૈશ્વિક સ્તરે ડિફાઈન કર્યું છે. હું એ ગૌરવને પોતાની સાથે લઈને ચાલવા માંગતી હતી. કાનમાં રાજસ્થાન અને ભારતને રિપ્રેઝેન્ટ કરવું એ મારા માટે એક પળ નહીં પણ દુનિયા માટે મેસેજ છે, કે આપણે કોણ છીએ?

રૂચિ ગુજ્જરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કાન રેડ કાર્પેટના પોતાના શાનદાર લૂકના ફોટો શેર કર્યા છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે ઈન્ડિયા માટે પ્રાઉડ મોમેન્ટ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button