મનોરંજન

રિવિલિંગ બ્લાઉઝ પહેરીને રેમ્પ વૉક કરતા ટ્રોલ થઇ અભિનેત્રી

જાણીતી અભિનેત્રી આકાંક્ષા પુરી હાલમાં જ એક ફેશન ઇવેન્ટમાં જોવા મળી હતી. આકાંક્ષાએ રેમ્પ વૉક કરીને લાઇમલાઇટ લૂંટી લીધી હતી.

આકાંક્ષા પુરી તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. તેણે હાલમાં જ સાડીના બોલ્ડ અવતારમાં રેમ્પ વૉક કરતી જોવા મળી હતી. તેણે ડીપ નેક રિવીલીંગ બ્લાઉઝ સાથે ફ્યુઝન સાડી પહેરી હતી. આ ઇન્ડોવેસ્ટર્ન સાડી લુકમા અભિનેત્રી અદભૂત લાગી રહી હતી. ફ્યુઝન બોલ્ડ સાડી સાથે આકાંક્ષાએ તેના વાળને લાઇટ ગોલ્ડન કલરનો કર્લી ટચ અપ આપ્યો હતો. તેળે વાળને સિમ્પલ પોનીટેઇલમાં બાંધ્યા હતા. મોટા ઇઅરિંગ્સ અને ન્યુડ ગ્લોઇંગ મેકઅપમાં આકાંક્ષા મનમોહક લાગી રહી હતી. ચાહકો તેના બોલ્ડ અને ગ્લેમરસ લૂકના પ્રેમમાં પડી ગયા હતા.


જોકે, કેટલાક ચાહકોને અભિનેત્રીએ પહેરેલું ફ્રન્ટ રિવિલિંગ ઓપન બ્લાઉઝ પહેરવાનું યોગ્ય નહોતું લાગ્યું અને લોકોએ તેને રિવિલિંગ
બ્લાઉઝ પહેરવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે લખ્યું હતું કે આ લોકો કંઇપણ સંસ્કારી રહેવા દેતા નથી. હવે તેમણે સાડી જેવી દેશી વસ્તુને પણ બગાડી નાંખી. તો કોઇકે લખ્યું હતું કે હવે આપણા દેશનું શું થશે. કેટલાકે લખ્યું હતું કે બાકીની સાડી ક્યાં ગઇ તો કેટલાકે તેની સાડીને પણ ખરાબ કહી હતી.

આકાંક્ષા
પુરીની વાત કરીએ તો તે ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે. તેણે વિઘ્નહર્તા ગણેશમાં પાર્વતીની ભૂમિકા ભજવી હતી. તે બીગ બોસ OTT-2માં પણ જોવા મળી હતી. જોકે, તે વહેલી શોની બહાર થઇ ગઇ હતી. આ ઉપરાંત તે મિકા સિંહની ‘સ્વયંવર-મિકા દી વોટી’માં પણ જોવા મળી હતી. તે આ શોમાં વિનર રહી હતી. જોકે, તેમ છતાં બંનેએ લગ્ન નહોતા કર્યા. બંનેએ જણાવ્યું હતું કે તેો બંને પહેલા એકસાથે સમય વિતાવશે અને પછી લગ્ન વિશે નિર્ણય લેશે. જોકે, શો પૂરો થયાના થોડા સમયમાં જ બંને અલગ થઇ ગયા હતા. જોકે, તેો બંને હજી પણ સારા મિત્રો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button