મનોરંજન

વધી બોલીવૂડની આ એક્ટ્રેસની મુશ્કેલીઓ, Supreme Courtએ આપ્યો ઝટકો…

Entertainment Industryમાં Item Number’s કરીને, વિવિધ વિવાદોના મધપૂડા છંછેડીને અવારનવાર લાઈમલાઈટમાં રહેતી Actress Rakhi Sawantને Supreme Courtએ ઝટકો આપ્યો છે અને Bombay High Courtના આદેશ અનુસાર ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ Rakhi Sawantએ જામીન માટે કરેલી અરજી પણ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે Rakhi Sawant’s Ex Husband Aadil Durarniનો અશ્લીલ વીડિયો લીક કરવા મામલે Rakhi Sawant પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:
Devdasમાં પારોના રોલ માટે Aishwarya Raiની સાથે સાથે આ એક્ટ્રેસનો પણ લેવાયો સ્ક્રીનટેસ્ટ, પણ…

છેલ્લાં કેટલાય મહિનાઓથી Rakhi Sawant દુબઈમાં રહી રહી છે. રાખીના ભૂતપૂર્વ પતિ આદિલ દુર્રાનીએ તેની સામે એફઆઈઆર નોંધાવતા Rakhi Sawant ભારત બહાર રહે છે. આદિલે રાખીએ પોતાની કેટલીક પર્સનલ વીડિયો લીક કર્યા હોવાના આક્ષેપ કર્યો છે અને આ જ આક્ષેપોને કારણે રાખી વિરુદ્ધ અશ્લીલ વીડિયો લીક કરવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટસ અનુસાર આ એફઆઈઆર બાદ રાખી ધરપકડ ટાળવા માટે દુબઈ જતી રહી હતી.


આ પણ વાંચો:
બીગ બીના ટીઝરે ધૂમ મચાવી, બચ્ચનનો કલ્કી અવતાર દર્શકોને ગમી ગયો

એફઆઈઆર દાખલ કર્યા બાદ રાખીએ Bombay High Courtમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે રાખીની આ આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. આદિલની ફરિયાદ બાદ રાખી સામે IPCની કલમ 500 હેઠળ અને ગુનો કરવાના ઉદેશથી અશ્લીલ વીડિયો લીક કરવાની કલ 34 અંતર્ગત માનહાનિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તેણે સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. પણ હવે સુપ્રિમ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી હોવાને કારણે એક્ટ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ પણ વાંચો:
Badshahની Begum બનશે આ પાકિસ્તાની અભિનેત્રી? ફરી બન્નેના ફોટા થયા વાયરલ

ડિસેમ્બર, 2022માં રાખી સાવંતે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તેણે આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નના થોડાક સમય બાદજ રાખીએ આદિલ પર ડોમેસ્ટિક વાયોલન્સ અને ચીટિંગના આક્ષેપો કર્યો હતો. આ પ્રકરણે તેણે ફરિયાદ પણ કરી હતી. રાખીની ફરિયાદ પર પોલીસે આદિલની ધરપકડ કરી હતી, પરંતુ ત્યાર બાદ જામીન પર તેને છોડવામાં આવ્યો હતો. જેલમાંથી છુટ્યા બાદ આદિલે રાખી પર તેના પર્સનલ વીડિયો લીક કરવાનો આક્ષેપ પણ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button