અભિનેત્રી નીલમ ફ્લાઇટમાં બેભાન થઇ ગઈ! તેનું કારણ આ હતું….

90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી નીલમ કોઠારી ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તાજેતરમાં નીલમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં એક ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો. નીલમે પોતાના X (ટ્વિટર એકાઉન્ટ) પર એક પોસ્ટ શેર કરી અને ખાસ કરીને એતિહાદ એરલાઇન્સ પર ગુસ્સો ઉતાર્યો હતો. તેણે એરલાઇનની બેદરકારી પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. નીલમે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ટોરોન્ટોથી મુંબઈ આવતી તેની ફ્લાઇટમાં તેને એરલાઇનનો બેદરકારીભર્યા વ્યવહારનો અનુભવ થયો હતો.
નીલમે પોતાની પોસ્ટમાં લખ્યું કે તેની ફ્લાઇટ પહેલાથી જ લગભગ નવ કલાક મોડી પડી હતી. વધુમાં, ફ્લાઇટનો જમ્યા પછી તેની તબિયત અચાનક બગડી ગઈ અને તે બેભાન પણ થઈ ગઈ. આ સમય દરમિયાન એક સાથી મુસાફરે તેમને તેમની સીટ સુધી પહોંચવામાં મદદ કરી હતી, પરંતુ તેને એરલાઇન સ્ટાફ તરફથી કોઈ મદદ મળી નહીં, જે આશ્ચર્યજનક વાત હતી.
આ પણ વાંચો : ધુરંધર’ ફિલ્મ મુદ્દે બલુચિસ્તાનના લોકો શું કહે છે: વખાણ સાથે વિરોધ પણ, જાણો કેમ?
નીલમના જણાવ્યા મુજબ ફ્લાઈટના સ્ટાફે ન તો તેની તબિયત વિશે પૂછપરછ કરી કે ન તો કોઈ મદદ કરી. તેણે ઉમેર્યું કે તેણે ઘણી વખત ગ્રાહક સેવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. તેણે પોતાની પોસ્ટમાં એતિહાદ એરલાઇન્સને વધુ ઠપકો આપતા કહ્યું કે આવી બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને આ મામલાના તાત્કાલિક ઉકેલની માંગ કરી.
નીલમ કોઠારીની વાત કરીએ તો નેવુંના દાયકાની બોલીવુડની સુંદર અભિનેત્રી છે. પોતાના કરિયરમાં તેણે લગભગ 45 ફિલ્મમાં કામ કર્યું હશે, જેમાં ‘હત્યા’, ‘ખુદગર્ઝ’, ‘લવ 86’, ‘દો કૈદી’, ‘અફસાના પ્યાર કા’ જેવી ઘણી શાનદાર ફિલ્મો સામેલ છે. નીલમ તેની મોટા ભાગની ફિલ્મોમાં સુપરસ્ટાર ગોવિંદા સાથે જોવા મળી હતી અને તેમની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હાલમાં નીલમ OTT પ્લેટફોર્મ પર તેની કારકિર્દી જમાવી રહી છે.



