મનોરંજન

પ્રાચીન મંદિરમાં દર્શન કરીને જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર ફરી ‘આ’ કારણે આવી ચર્ચામાં

હૈદરબાદઃ કોઈપણ ફિલ્મસ્ટાર માટે પોતાની ફિલ્મની રિલીઝ ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેથી જ ફિલ્મસ્ટાર્સ પોતાની ફિલ્મ રિલીઝ થયા પહેલા મંદિરે જવાનું પસંદ કરતા હોય છે. તાજેતરમાં બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં જાણીતી બનેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ પોતાની ફિલ્મની રિલીઝ પહેલા એક મંદિરમાં દર્શન કરીને ચર્ચામાં આવી હતી.

હૈદરાબાદના એક પ્રાચીન મંદિરમાં મૃણાલ ઠાકુરે પૂજાપાઠ સાથે આરતી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘દેવી યેલમ્મા’ મંદિર હૈદરાબાદના પ્રાચીન મંદિરોમાંનું એક ગણાય છે.


સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી મૃણાલ ઠાકુર મંદિરમાં દર્શન કરતી નજરે પડી છે. તેના કેપ્શનમાં લખ્યું હતું કે, મૃણાલ ઠાકુરે શ્રીયેલમ્મા પોચમ્માના દર્શન કર્યા હતા. આ હૈદરાબાદના પ્રાચીન મંદિરોમાંથી એક છે. વાઈરલ થયેલા વીડિયોમાં મૃણાલ ઠાકુર મંદિરમાં માતાની મૂર્તિ પાસે ઊભી છે. આમાં તેણે આરતીમાં ભાગ પણ લીધો હતો અને પૂજા કરતી જોવા મળી હતી. મૃણાલ પરંપરાગત વસ્ત્રોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

મૃણાલની આગામી ફિલ્મ ફેમિલી સ્ટાર આવી રહી છે, જે પાંચમી એપ્રિલે રિલિઝ થશે. જાણીતા ડાયરેક્ટર પરશુરામ દ્વારા નિર્દેશિત ફિલ્મ ફેમિલી સ્ટારમાં મૃણાલ ઠાકુર સાથે વિજય દેવરાકોંડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અન્ય સ્ટારકાસ્ટની વાત કરવામાં આવે તો તેમાં વિજય અને મૃણાલ ઉપરાંત દિવ્યાંશા કૌશક, અજય ઘોષ અને રોહિણી હટ્ટાન્ડી પણ જોવા મળશે.


આ ફિલ્મનું ટીઝર પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ મૃણાલ ઠાકુર તે એક ટીવી એક્ટ્રેસ હતી પરંતુ હવે તેણે બોલીવુડથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાની ઓળખ બનાવી લીધી છે. મૃણાલે દક્ષિણ ભારતના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે અને તે બોલીવુડમાં શાહિદ કપૂર સાથે ફિલ્મ ‘જર્સી’માં પણ જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button