ધોનીના એવોર્ડ કાર્યક્રમ વખતે થયેલા અનુભવ અંગે અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ટીવીની કોમેડી સીરિયલ ‘મેડમ સર’ની જાણીતી હસીના મલિકની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી ગુલ્કી જોશીએ તાજેતરમાં રાંચીમાં થોડા વર્ષો પહેલા ભીડ દ્વારા ધક્કે ચડાવ્યાનો ભયાનક અનુભવ શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે જ્યારે પણ તે તેના વતનની મુલાકાત લે છે ત્યારે તેને ઘણા બધા લોકો ઘેરી લેતા હોય છે.
ઘણા સમય પહેલા આઇપીએલ માટે રાંચી ગયાનો કિસ્સો યાદ કરીને ગુલ્કી કહે છે કે મારો શૉ નાદાન પરિંદે (2014) તે વખતે ટેલિવિઝન પર ચાલુ હતો. અમારે ધોનીને એવોર્ડ આપવાનો હતો. શો ખરેખર સારો હતો તેથી મને બોલાવી હતી. તેણે જણાવ્યું કે તે જ્યારે બહાર નીકળી ત્યારે એટલી ધક્કામુક્કી હતી કે મને મારી છેડતી થવાનો ડર લાગ્યો હતો. સદનસીબે યોગ્ય સમયે સુરક્ષા મળી અને બચાવીને લઇ ગઈ આ એક જ વખત મને લોકોનો ખૂબ ડર લાગ્યો હતો, એમ તેણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: અશ્વિને સીએસકે અને ધોની વિશે કેમ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે?
અભિનેત્રીએ એમએસ ધોનીને મળવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેને એક સરળ વ્યક્તિ ગણાવ્યો. તેણે કહ્યું કે જ્યારે તે ધોનીને મળી ત્યારે તેણે ખૂબ જ પ્રેમ, નમ્રતા અને પ્રેમથી તેનું સ્વાગત કર્યું હતું. રમવાથી થાકી ગયો હોવા છતાં અને કદાચ ઘરે જઈને આરામ કરવા માંગતો હોવા છતાં ધોનીએ બધા ચાહકોને મળવા અને બધા સાથે ફોટા પડાવવા માટે સમય કાઢ્યો. મને લાગ્યું કે આ સાચી પ્રતિભા છે, કોઈ દેખાડો નહીં, કોઈ નાટક નહીં, ફક્ત હું મારી મહેનત, મારી પ્રતિભા અને બાકીની દુનિયા,” ગુલ્કીએ જણાવ્યું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગુલ્કી તાજેતરમાં ‘હસરતેં 2’માં જોવા મળી હતી, જે એક બોલ્ડ અને ઇન્ટિમેટ એન્થોલોજી શ્રેણી છે. આ શ્રેણીમાં ડોલી ચાવલા, સનમ જોહર, વિવેક દહિયા, વિનિત કક્કર, અમિકા શૈલ, સાયશા સહગલ, ઝુબેર કે. ખાન, કરણ શર્મા, નાયરા એમ બેનર્જી, પરમ સિંહ, પૂજા બેનર્જી, સંદીપ કુમાર, આકાંક્ષા પુરી, ઋષભ ચૌહાણ અને નવવીન શર્મા પણ છે.