સુપરહિટ ફિલ્મ Don-3માં થઈ આ અભિનેત્રીની એન્ટ્રી, ખુશીથી ઉછળી પડ્યા ફેન્સ…
સુપરહિટ ફિલ્મ ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે રણવીર સિંહ સ્ટારર ફિલ્મની લીડિંગ લેડીને લઈને મહત્ત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે અને મેકર્સે રણવીર સિંહની સામે કિયારા અડવાણીને કાસ્ટ કરવાની ઓફિશિયલ એનાઉન્ટમેન્ટ કરી છે.
સોમવારે ડોન-3ને લઈને મોટી એનાઉન્સમેન્ટને ટીઝ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ ફેન્સ વચ્ચે એ વાતની ચર્ચા ચાલી રહી હતી કે આ ફિલ્મમાં કિયારાની એન્ટ્રી કન્ફર્મ થઈ શકે છે અને ફેન્સનું આ અનુમાન એકદમ સાચું પડ્યું છે. કિયારાની કાસ્ટિંગને લઈને ફેન્સ એકદમ સુપર એક્સાઈટેડ છે. લોકો એક્ટ્રેસને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર અને કિયારાની ફ્રેશ પેયરઅપને જોવું ખરેખર ખૂબ જ રસપ્રદ રહેવાનું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડિરેક્ટર ફરહાન અખ્તરને આ રોલ માટે કિયારા અડવાણી એકદમ પરફેક્ટ લાગી છે અને પહેલી વખત જ કિયારા રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. કિયારા પણ આ બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝીનો ભાગ બનીને એકદમ ખુશ છે.
અત્યાર સુધી ફેન્સે કિયારાને રોમેન્ટિક, કોમેડી, ઈન્ટેન્સ, અને કોમિક ઝોનરમાં જ જોઈ છે અને હવે ડોન થ્રીની સાથે તે એક્શન ઝોનરમાં પણ એન્ટ્રી લેવા જઈ રહી છે. કિયારાને વિશ્વાસ છે કે તે આ રોલને ન્યાય આપશે અને તે ફેન્સના દિલ જીતી લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોન થ્રીની કાસ્ટિંગ નવેસરથી કરવામાં આવી છે અને જેમાં શાહરુખ ખાનને રણવીર સિંહે રિપ્લેસ કર્યો છે.