હુમા કુરેશીના ભાઈની હત્યા મુદ્દે પોલીસે કર્યો નવો ખુલાસો | મુંબઈ સમાચાર

હુમા કુરેશીના ભાઈની હત્યા મુદ્દે પોલીસે કર્યો નવો ખુલાસો

નવી દિલ્લીઃ અભિનેત્રી હુમા કુરેશીના 45 વર્ષીય પિતરાઈ ભાઈ આસિફની દિલ્લીમાં હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આસિફની દિલ્લીના નિજામુદ્દીન વિસ્તારમાં ગત મોડી રાતે હત્યા કરી દેવામાં આવી છે. આસિફના મોતના કારણે અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. પાર્કિગ બાબતે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ બાદ આસિફ પર હુમલો થયો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી.

આસિફની હત્યાના ગુનામાં ઉજ્જવલ અને ગૌતમની ધરપકડ

આ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, આસિફની હત્યા બે લોકો દ્વારા કરવામાં આવી છે. બંને આરોપીઓની પોલીસે ધરપડક કરી લીધી છે. પોલીસે હત્યાના આરોપમાં ઉજ્જવલ અને ગૌતમની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ આસિફના બાજુમાં જ રહેતા છે. માત્ર પાર્કિગ મામલે વિવાદ શરૂ થયો અને ધારદાર હથિયાર વડે આસિફની હત્યા કરી નાખી હતી. આસિફ કુરેશીનું દિલ્લીના પૂર્વી જિલ્લામાં કતલખાનું પણ આવેલું છે.

આ હત્યામાં કોઈ સાંપ્રદાયિક વિવાદ નહોતોઃ પોલીસ

હત્યાના કેસમાં પોલીસે વિગતે તપાસ કરી હતી. જો કે, આ કેસમાં કોઈ સાંપ્રદાયિક વિવાદ હોવાનું પ્રકાશમાં આવ્યું નથી. બંને પાડોશીયો વચ્ચે થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તેના કારણે જ હત્યા થઈ છે. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી પણ પ્રકાશમાં આવ્યાં છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, ઉજ્જવલના નામનો વ્યક્તિએ આસિફના ઘરની સામે બાઈક ઊભું રાખ્યું હતું. આ દરમિયાન આસિફે અહીં બાઈક રાખવાની ના પાડી દીધી હતી. જેથી વિવાદ શરૂ થયો અને ઘટના ખૂનીખેલમાં ફેરવાઈ ગઈ હતી.

દિલ્લીના નિજામુદ્દીન વિસ્તારમાં થઈ આસિફની હત્યા

ગુરૂવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ નિજામુદ્દીનના જંગપુરા ભોગલમાં આસિફની હત્યા થી હતી. આ હુમલામાં આસિફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. આસિફની પત્ની સૈનાઝ કુરેશીએ કહ્યું કે, પડોશીઓ વચ્ચે અગાઉ પણ પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. પોલીસે અત્યારે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આપણ વાંચો:  કપિલ શર્માના કેફે પર થયેલાં હુમલાનું Salman Khan સાથે છે કનેક્શન? જાણો આખી ઈનસાઈડ સ્ટોરી…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button