મનોરંજન

20 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી અભિનેત્રી રાતોરાત બની ગઈ ‘નેશનલ ક્રશ’, પણ AI અંગે વ્યક્ત કરી ચિંતા

મુંબઈ: મરાઠી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરી રહેલી એક અભિનેત્રી તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં છવાઈ ગઈ છે. તેના ફોટો અને રીલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેના કારણે લોકો તેને નવી ‘નેશનલ ક્રશ’ ગણાવી રહ્યા છે. આ અભિનેત્રી બીજી કોઈ નહીં, પરંતુ તાજેતરમાં આવેલી મનોજ બાજપેયીની ફિલ્મ ‘ઝેંડે’ની અભિનેત્રી ગિરિજા ઓક છે. રાતોરાત મળેલી નામનાથી ગિરિજા ઓક ખુશ છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેના AI દ્વારા એડિટ કરેલા ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને ગિરિજા ઓકે ચિંતા વ્યક્ત કરી છે.

કેટલાક ફોટો મને પરેશાન કરે છે

ગિરિજા ઓકે એક વીડિયો શેર કરીને અચાનક મળેલી પ્રશંસા માટે આભાર વ્યક્ત કર્યો છે. સાથોસાથ પોતાના AI મોર્ફ કરેલા ફોટાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગિરિજાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, “મારા કેટલાક AI-મોર્ફ્ડ ફોટોગ્રાફ છે, જે સારા લાગતા નથી. તેને હદથી વધારે અશ્લીલ રજૂ કરવામાં આવ્યા છે, જે મને પરેશાન કરે છે.”

આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આઈડિયા આસિત મોદીએ લોકોને સંભળાવ્યો ત્યારે લોકો હસવામાં કાઢ્યો હતો…

ગિરિજા ઓકે સોશિયલ મીડિયા ટ્રેન્ડ અંગે જણાવ્યું કે, “જ્યારે કોઈ વસ્તુ વાયરલ થાય છે, તો એનો મતલબ એ છે કે તે ટ્રેન્ડ થઈ રહી છે. આવા ફોટો સામાન્ય રીતે ત્યાં સુધી બનતા અને પ્રસારિત થતા રહે છે, જ્યાં સુધી લોકો તમારી પોસ્ટ પર ક્લિક કરે છે અને પર્યાપ્ત માત્રામાં લાઈક, ઇન્ટરેક્શન અને વ્યૂઝ મળતા રહે છે. આવું કરવાથી તમારો હેતુ પૂરો થઈ જાય છે.”

મારો દીકરો કેવો અનુભવ કરશે

12 વર્ષના પુત્રની માતા તરીકે ગિરિજાએ પોતાની સૌથી મોટી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, “મારો 12 વર્ષનો પુત્ર છે. તે હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નથી, પણ ભવિષ્યમાં કરશે. જ્યારે તે મોટો થશે, ત્યારે તેની પાસે આ ફોટાઓની ઍક્સેસ હશે કારણ કે તે હમણાં ફરતા હશે, પરંતુ તે હંમેશા ઇન્ટરનેટ પર રહેશે,” ગિરિજાએ આગળ કહ્યું કે, “મારો દીકરો એક દિવસ તેની માતાના આ અશ્લીલ ફોટા જોશે અને મને ચિંતા થાય છે, ડર લાગે છે. હું એ વિચારથી હેરાન થઈ રહી છું કે, તે આ બધા વિશે કેવો અનુભવ કરશે.”

આ પણ વાંચો : નીતા અંબાણીને આ ખાસ નામથી બોલાવે છે જમાઈ આનંદ પિરામલ, વીડિયો થયો વાઈરલ…

ઉલ્લેખનીય છે કે, ગિરિજા ઓક મરાઠી અભિનેતા ગિરીશ ઓકની પુત્રી છે. પોતાના ફિલ્મી કરિયરમાં ગિરિજાએ આમિર ખાનની ‘તારે જમીન પર’ (2007), ‘શોર ઇન ધ સિટી’, નેટફ્લિક્સ ફિલ્મ ‘QALA’, ‘ધ વેક્સીન વોર’, અને શાહરૂખ ખાનની ‘જવાન’ (2023) તથા ‘ઝેંડે’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button