મનોરંજન

બોલીવૂડની પટાખા જેવી આ એક્ટ્રેસને દિવાળીમાં ફટાકડાંને દૂરથી જ કરે છે રામ રામ…

દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલીવૂડ સેલેબ્સ પણ પ્રકાશના આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પરંતુ કેટલાક સેલેબ્સ, એક્ટ્રેસ પણ છે કે જેઓ આ તહેવાર પર ફટાકડા ફોડવાનું બિલકુલ પસંદ નથી કરતાં અને તેઓ તો ફટાકડા પર બેન મૂકવાની તરફેણમાં પણ છે. ચાલો જોઈએ કોણ કોણ છે આ યાદીમાં…

આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે અનુષ્કા શર્માનું. અનુષ્કા શર્મા દિવાળીનો તહેવાર તો ખૂબ જ ધામધૂમથી મનાવે છે, પણ તેને આ તહેવારની ઉજવણી દરમિયાન ફટાકડાં ફોડવાનું બિલકુલ પસંદ નથી.

અનુષ્કા બાદ આ યાદીમાં બીજું નામ આવે છે આલિયા ભટ્ટનું. આલિયા ભટ્ટની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોપની એકટ્રેસમાં કરવામાં આવે છે. આલિયાએ પોતાની એક્ટિંગથી લોકોને દિવાના બનાવી દીધા છે. આલિયાને દિવાળી ખૂબ જ ગમે છે પણ તેને ફટાકડાં ફોડવાનું ગમતું નથી. તે ખુદ તો ફટાકડાં નથી જ ફોડતી પણ બીજાને પણ ફટાકડાં નહીં ફોડવા માટે સમજાવે છે.
આગળ વધીએ અને વાત કરીએ અનન્યા પાંડેની. અનન્યા પાંડેને પણ દિવાળીનો તહેવાર ઉજવવાનું ખૂબ જ ગમે છે, પરંતુ તે ફટાકડા ફોડવાનું ટાળે છે અને આલિયા જેમ જ તે પણ લોકોને ક્રેકર્સથી દૂર રહેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો : હેં, Mallika Sherawat નથી મલ્લિકાનું સાચું નામ, તો શું છે? 

બોલીવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા એક ગ્લોબલ આઈકોન બની ચૂકી છે અને તે બોલીવૂડ બાદ હોલીવૂડમાં પણ પોતાના નામનો ડંકો વગાડી રહી છે. પીસી દિવાળીનો તહેવાર ખૂબ જ સાદાઈથી મનાવવાનું પસંદ કરે છે અને ફટાકડાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.

પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સના દિલો પર છુરિયા ચલાવનારી દિશા પટણી પણ દિવાળી પર ફટાકડા ફોડવાનું ટાળે છે. આ સાથે સાથે સોનમ કપૂર, નેહા ધુપિયાને પણ ફટાકડા ફોડવાની વિરોધી છે. આ તમામ એક્ટ્રેસ ફટાકડા ફોડવાનું તો પસંદ નથી જ કરતી પણ તેમની આસપાસમાં કોઈ આવું કરે તો એ પણ તેમને પસંદ નથી.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker