અભિનેત્રી અનુષ્કા સેને વેકેશનની મોજ માણતી તસવીરો કરી પોસ્ટ, જોઈ લો બોલ્ડ અંદાજ

‘બાલવીર’ ફેમ અભિનેત્રી અનુષ્કા સેન અત્યારે તાન્ઝાનિયાની મુલાકાતે છે. તાજેતરમાં અભિનેત્રીએ વેકેશનના તેના કેટલાક ફોટાગ્રાફ્સ શેર કર્યા હતા, જેમાં તે તનાપામાં એન્જોય કરતી જોવા મળી હતી. હવે અનુષ્કાએ Chemka Hotsprings પરથી પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરીને લાઈમલાઈટમાં આવી છે.
22 વર્ષીય અનુષ્કા સેને મોનોકિનીમાં પોતાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સ્વિમિંગ કરતી અભિનેત્રી બ્યુટીફુલ પોઝ આપ્યા હતા. એક ફોટોમાં પટ્ટાવાળી મોનોકિનીમાં અનુષ્કા શર્મા એકદમ સ્ટનિંગ લાગી રહી છે.
આપણ વાંચો: પાકિસ્તાની અભિનેત્રીને ફ્રોક પહેરીને પ્રી-બર્થડે સેલિબ્રેશન કરવાનું પડ્યું મોંઘું, શું થયું?
અનુષ્કાએ પાણીના કિનારે બેસીને શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ દરમિયાન અનુષ્કાસેન ભીના વાળમાં દેખાય છે. એક તસવીરમાં અભિનેત્રી સ્વિમિંગ પણ કરે છે અને એ તસવીર શેર કરતાં અનુષ્કાએ લખ્યું- ‘આઇલેન્ડ ગર્લ.’
અનુષ્કાની આ તસવીરો પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘મરમેડ’, બીજાએ કમેન્ટ કરી- જલપરી. તો બીજા એક ચાહકે કમેન્ટ કરી હતી કે ‘એક સેકન્ડમાં મારું દિલ ચોરી લીધું. તમને જણાવી દઈએ કે અનુષ્કા સેને ‘બાલવીર’ થી એક ખાસ ઓળખ બનાવી છે. આ સિવાય તે ‘દિલ દોસ્તી ડીલેમા’માં પણ જોવા મળી હતી.