Priya Marathe death: એક ઑનસ્ક્રીન બહેન રડી પડી અને બીજી તો સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ | મુંબઈ સમાચાર
મનોરંજન

Priya Marathe death: એક ઑનસ્ક્રીન બહેન રડી પડી અને બીજી તો સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

પવિત્ર રિશ્તા ટીવી સિરિયલમાં વર્ષાનો રોલ કરનારી અભિનેત્રી પ્રિયા મરાઠે માત્ર 38 વર્ષની ઉંમરે કેન્સરને કારણે ગઈકાલે સવારે મોતને ભેટી ગઈ. મરાઠી અને હિન્દી ટીવીજગત માટે આ ખૂબ જ શોકિંગ ન્યૂઝ હતા અને આ સાથે પ્રિયાના ફેન્સ પણ દુઃખી થઈ ગયા. પવિત્ર રિશ્તાના બે સ્ટાર પહેલા સુશાંત સિંહ રાજપૂત અને પછી પ્રિયા મરાઠેનું મોત સિરિયલ સાથે જોડાયેલા માટે મોટો ધક્કો હતો.

પવિત્ર રિશ્તા ડોંબિવલીમાં રહેતા એક સામાન્ય મરાઠી પરિવાર અને તેની ત્રણ દીકરીઓની વાર્તા હતી, જેમાંની વચલી દીકરી વર્ષાનો રોલ પ્રિયાએ ખૂબ સારી રીતે નિભાવ્યો હતો, પણ પ્રિયાનાં મોત સમયે મોટી બહેન અર્ચના બનેલી અંકિતા લોખંડે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ અને નાની બહેન વૈશાલીનો રોલ નિભાવનારી પ્રાર્થના બહેરેનું રડવાનું રોકાતું ન હતું.
આ ઘટના બાદ અર્ચનાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પણ મેસેજ મૂક્યો નથી. અગાઉ તેણે ગણપતિ સેલિબ્રેશનના ફોટા અને વીડિયો મૂક્યા હતા આથી નેટિઝન્સનું કહેવાનું છે કે તે માત્ર પોતાની મસ્તીમાં ગૂલ છે.

સોશિયલ મીડિયા પર તેનાં ફોલોઅર્સ આ મામલે તેને ટ્રોલ કરી રહ્યા છે. બધાએ તેને લખ્યું છે કે તે તેની સાથે આટલા લાંબા સમય સુધી કામ કર્યું તો એક મેસેજ કે સ્ટોરી તું પોસ્ટ ન કરી શકી, તને ખબર નતી કે તેનું મોત થયું છે. એક યુઝરે તેની અસંવેદનશીલતા પર સવાલ કરી તેને અનફોલો કરી છે તો એકે તો એમ લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે તારી સાથે જે કર્યું તે બરાબર હતું.

બીજી બાજુ નાની બહેન પ્રાર્થના પ્રિયાને અંતિમ વિદાય આપવા આવી હતી અને સતત રડતી દેખાય હતી. સેટ પર પ્રિયા સાથે લાંબો સમય વિતાવ્યો હોવાથી પ્રાર્થના માટે આ ક્ષણો અઘરી હતી અને તેનાં ચહેરા પર માયૂસી સાફ દેખાતી હતી. તો સિરિયલમાં પ્રિયાના પતિ તરીકે રોલ નિભાવનાર અનુરાગ શર્માએ પણ બાવુક પોસ્ટ લખી છે. પ્રિયાને એક ખૂબ સારી કલાકાર, માણસ અને મિત્ર જણાવી છે. પ્રિયા સાથેનાં સિરિયલની તસવીરો પણ તેણે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કરી છે.

આ પણ વાંચો…પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી પ્રિયા મરાઠેનું નાની વયે મૃત્યુઃ આ રોગ ભરખી ગયો…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button