TMKOCમાં 7 પાત્રોનો છે લોહીનો સંબંધ: આ ભાઈ-બહેનની જોડી છે સુપરહીટ | મુંબઈ સમાચાર
મનોરંજન

TMKOCમાં 7 પાત્રોનો છે લોહીનો સંબંધ: આ ભાઈ-બહેનની જોડી છે સુપરહીટ

મુંબઈ: છેલ્લા 17 વર્ષોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક પેઢીના લોકોને આ શો ખૂબ પસંદ છે. તારક મહેતાના પાત્રો અને તેની ભજવણી એ આ ટીવી સીરિયલની સફળતાનું રહસ્ય છે. જોકે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં એવા ઘણા પાત્રો છે, જે વાસ્તવિક જીવનમાં લોહીના સંબંધો ધરાવે છે. આ કલાકારો કોણ છે, આવો જાણીએ.

એક પરિવારના ત્રણ સભ્યોએ કર્યો અભિનય

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સીરિયલમાં દયા ભાભી અને તેમના ભાઈ સુંદર લાલની જોડીને દરેક જણ ઓળખે છે. સુંદર મામા પોતાની મજાક-મસ્તીને કારણે દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

તમને જાણીને આશ્ચર્ય આ પાત્રો ભજવનારા કલાકારો દિશા વાકાણી અને મયુર વાકાણી વાસ્તવિક જીવનમાં પણ સગા ભાઈ-બહેન છે. બંને મૂળ ગુજરાતના છે અને થિયેટર બેકગ્રાઉન્ડ ધરાવે છે. ભાઈ-બહેનની આ જોડી ઉપરાંત તેમના પિતાએ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં કામ કર્યું છે.

આપણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછો ફરશે આ જાણીતો કલાકાર? ફેન્સમાં ખુશીની લહેર…

દિશા વાકાણી (દયા ભાભી) અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણી પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના એક ખાસ એપિસોડમાં જોવા મળ્યા હતા. ભીમ વાકાણીએ બાપુજી(ચંપકલાલ)ના મિત્ર માવજી છેડાની ભૂમિકા ભજવી હતી. ભીમ વાકાણી પોતે પણ એક થિયેટર કલાકાર છે. ભીમ વાકાણીના અભિનયના સંસ્કાર તેમના સંતાનોમાં ઉતરી આવ્યા છે.

બે પિતરાઈ ભાઈઓએ પણ શેર કરી સ્ક્રીન

ટપ્પુ સેના વગર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ અધૂરી છે. કારણ કે જેઠાલાલ બાદ ટપ્પુએ તારક મહેતાએ સર્જેલું મહત્ત્વનું પાત્ર છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં ટપ્પુ સેનામાં ટપ્પુની સાથે તેના સોનુ, પિંકુ, ગોગી અને ગોલી જેવા પડોશી મિત્રો જોવા મળે છે.

આપણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ સ્ટાર છે દુઃખમાં, પોસ્ટ કરીને આપી માહિતી…

આ સીરિયલની શરૂઆતમાં ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી અને ગોગીનું પાત્ર ભજવનાર સમય ગાંધી પિતરાઈ ભાઈઓ છે. જોકે, લાંબો સમય ટપ્પુની ભૂમિકા ભજવ્યા બાદ ભવ્ય ગાંધીએ આ શો છોડ્યો હતો. જ્યારે સમય શાહ હજુ પણ ગોગીના પાત્રમાં જોવા મળે છે. આજે ભલે ભવ્ય ગાંધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ નથી, પરંતુ તેઓ આજે પણ જન્મદિવસ અને તહેવારો સાથે ઉજવતા જોવા મળે છે.

જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સના મજેદાર કર્મચારી બાઘાની ભૂમિકા ભજવતા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા પણ ‘તારક મહેતા’ પરિવારનો ભાગ રહી ચૂક્યા છે. અરવિંદ વેકરિયા એક જાણીતા ગુજરાતી થિયેટર અભિનેતા છે. તેમણે એક ખાસ એપિસોડમાં આત્મારામ ભીડેનું ગીરવે રાખેલું સોનું હડપ કરનાર સોનીની ભૂમિકા ભજવી હતી. જોકે પિતા-પુત્રએ સાથે સ્ક્રીન શેર કરી નથી, બંનેએ શોમાં અલગ-અલગ ભૂમિકા ભજવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button