ફિલ્મી કલાકારોએ ગુડી પાડવાનું કર્યું સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ
'ધકધક ગર્લ'થી લઈને 'મિસિસ દેશમુખે' પાઠવી શુભેચ્છા
મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે ગુડી પાડવાનો ઉત્સવ ખૂબ જ ધૂમ-ધામથી ઉજવવામાં આવ્યો હતો. ગુડી પાડવાની ઉજવણી કરવાની તસવીરો બૉલીવૂડના કલાકારોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. માધુરી દીક્ષિત, રકુલ પ્રીત, અજય દેવગન, વરુણ ધવન અને રિતેશ દેશમુખે પણ ગુડી પાડવાની ઉજવણી કરી લોકોને શુભેછાઓ પાઠવી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર પણ કલાકારોની તસવીરો જોરદાર વાઈરલ થઈ હતી.
બૉલીવુડની ધકધક ક્વીન માધુરી દીક્ષિતે મરાઠી સ્ટાઈલમાં ગુડી પાડવાની ઉજવણી કરી હતી. માધુરીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તે ટ્રેડિશનલ સાડીમાં જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીની માધુરીએ લોકોને મરાઠીમાં પાડવાની શુભેછાઓ આપી હતી.
અભિનેત્રી રકુલ પ્રિત સિંહે પણ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર સાડીમાં પોતાની તસવીર મૂકી હતી. અને લોકોને ઉગાડી (તેલગુ લોકોના નવા વર્ષ)ની શુભેચ્છાઓ આપી હતી. રકુલ સાથે અજય દેવગને ‘ગુઢી’ની તસવીર સાથે ‘હેપ્પી ગુડી પાડવા’ એવી લખ્યું હતું.
આપણ વાંચો: બૉલીવુડની સફર ખેડયા બાદ કંગનાને મળી રાજકીય ‘ટિકિટ’, ભાજપથી આ બેઠક પરથી ચૂંટણી લડશે કંગના રનૌત
વરુણ ધવને પણ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને તેના ચાહકો અને ફોલોવર્સને ગુઢી પાડવાની શુભેચ્છા આપી હતી તેમ જ અભિનેતા રિતેશ દેશમુખે તેની પત્ની જેનિલિયા દેશમુખ સાથે એક ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો.
આ વીડિયોમાં રિતેશ અને જેનિલિયા તેમના ઘરે બાળકો સાથે ગુડી પાડવા નિમિત્તે ગુડી બનાવીને ઉજવણી કરતાં જોવા મળી રહ્યા છે, જ્યારે તેના પર લોકોએ પુષ્કળ શુભેચ્છાઓ આપી હતી.