અભિનેતા ટીકુ તલસાનીયા હૉસ્પિટલમાં, હાલત ગંભીર

મુંબઈઃ ખૂબ જ જાણીતા કલાકાર ટીકુ તલસાનીયાની તબિયત લથડી હોવાના અહેવાલો આવ્યા છે. ટીકુ તલસાનીયાને તબિયત બરાબર ન લાગતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો પણ છે.
70 વર્ષીય ટીકુ છેલ્લે વિકી વિદ્યા કા વો વાલા વિડિયોમાં જોવા મળ્યા હતા. અભિનેતા હજુ પણ એક્ટિવ છે અને હિન્દી, ગુજરાતી સહિત ઘણી ભાષાઓની ફિલ્મો કે ટીવી સિરિયલોમાં દેખાતા રહે છે. તેમની તબિયત શનિવારે અચાનક લથડતા તેમને સારવાર અર્તે ખસેડવામાં આવ્યાના અહેવાલો છે. જોકે તેમનાં પત્ની દિપ્તી કે સંતાનો દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી.
વર્ષો સુધી મનોરંદજન પિરસનારા ખૂબ જ મંજાયેલા કલાકાર ટીકુની તબિયતના અહેવાલોએફેન્સ અને ફિલ્મજગતને ઝટકો આપ્યો છે અને સૌ કોઈ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો…Box Office collection: ગેમ ચેન્જર અને ફતેહ બન્ને લાંબુ નહીં ચાલે, જાણો કેટલી કરી કમાણી
આ સમાચાર હાલના અહેવાલો પર આધારિત છે, વધુ વિગતો અપડેટ કરતા રહેશું. જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે.