મનોરંજન

ક્યા બાત હૈઃ દીકરી માટે અભિનેતાએ છોડી દીધું સ્મોકિંગ

મુંબઈ: બૉલીવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor)ની તાજેતરમાં રીલીઝ થયેલી ‘તેરે બાતો મેં એસા ઉલઝા જીયા’ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. ફિલ્મમાં પહેલી વખત અભિનેત્રી ક્રિતી સેનન અને શાહિદ કપૂરની જોડી જોવા મળી હતી.

આ ફિલ્મની સક્સેસને લઈને એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહિદે તેની સ્મોકીંગની આદત બાબતે ખુલાસો કર્યો હતો અને તેણે કેવી રીતે સ્મોકિંગ દીકરી માટે છોડી દીધું હોવાનો ખુલાસો કર્યો હતો.

શાહિદે અભિનેત્રી નેહા ધુપીયાના ‘નો ફિલ્ટર નેહા’ નામના એક શોમાં આ ખુલાસો કર્યો હતો. શાહિદે કહ્યું હતું કે જ્યારે હું સિગરેટ પીતો હતો તે દરમિયાન દીકરીથી છુપાઈને સ્મોક કરતા મને જોતી હતી.

એક દિવસ જ્યારે હું સ્મોક કરતો હતો તે વખતે મારી આ લતને હંમેશાં માટે છોડવાનો મેં નિર્ણય લઈ લીધો હતો અને હું પોતાની દીકરી મીશાથી પણ આ છુપાવવા નહોતો માગતો હતો.

2015માં શાહિદ કપૂરે મીરા રાજપુતથી લગ્ન કર્યા હતા. બૉલીવૂડમાં શાહિદ અને મીરાની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમને બે બાળકો પણ છે. તેમની મોટી દીકરી મીશા સાત વર્ષની છે અને દીકરો જૈન કપૂર ચાર વર્ષનો છે. શાહિદ અનેક વખત તેની ફેમિલી સાથે એન્જોય કરવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button