કરોડોની કમાણી પણ એક બેડરૂમમાં રહે છે અભિનેતા, કારણ જાણો….

બોલીવુડના એક્ટર સલમાન ખાન દેશભરના ખૂણે ખૂણે જાણીતું નામ છે. કરોડોમાં કમાણી કરતા અને લક્ઝરીમાં આળોટતા આ દબંગ અભિનેતા હાલમાં ચર્ચામાં આવ્યા છે. સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થવાની ઘટનાને કારણે તેમના ફ્રેન્ડ્સ ઘણા પરેશાન છે. સલમાન ખાનના હજારો ફેન્સ તેમની સલામતી માટેની દુઆ કરી રહ્યા છે અને દરેકના મનમાં સલમાનની સેફ્ટીની જ ચિંતા છે. જો કે, રાહતની વાત એ છે કે સલમાન ખાન એકદમ સુરક્ષિત છે અને તેમને કોઈ નુકસાન થયું નથી. ફાયરિંગ બાદ એક્ટરના ઘરની આસપાસની સિક્યોરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે, આ ઘટના બાદ સલમાન ખાનની સાથેસાથે તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની પણ ઘણી ચર્ચા થઈ રહી છે.
તેમનો આ એપાર્ટમેન્ટ મુંબઈના પોશ એરિયા ગણાતા બાન્દ્રામાં આવેલો છે. સલમાન ખાન galaxy એપાર્ટમેન્ટમાં વન રૂમ કિચનમાં ફ્લેટમાં જ રહે છે. ઘણી વાર આ બાબતે ચર્ચા પણ થઈ છે કે આખરે કરોડોમાં આળોટતો આ અભિનેતા એક બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં જ શા માટે રહે છે, કારણ કે સલમાન ચાહે તો પોતાના માટે મહેલો જેવો શાનદાર લક્ઝરી બંગલો ખરીદી શકે છે. એક બેડરૂમ હોલ કિચનમાં રહેવાનું કારણ સલમાને પોતે જ જણાવ્યું છે. 2009ની સાલમાં સલમાન ખાન એક વાર ફરાહ ખાનના શો ‘તેરે મેરે બીચ મેં’માં ગેસ્ટ બનીને આવ્યો હતો. તે સમયે ફરાહે એને પૂછ્યું હતું કે તમે દુનિયાના સૌથી મોટા સુપર સ્ટારમાંના એક છો, તમે કરોડોની કમાણી કરો છો, પરંતુ તમે એક બેડરૂમ હોલના સ્લેટમાં રહો છો. એ માત્ર એટલા માટે જ કારણ કે તમારી મમ્મી સલમા ખાન આજ બિલ્ડિંગમાં રહે છે. સલમાનખાને એનો જવાબ ‘હા’માં આપતા જણાવ્યું હતું કે જ્યારે અમે બધા મમ્મી પપ્પાના ફ્લેટ પર જઈએ છીએ ત્યારે તેમના ઘરમાં તેમના પગ પાસે બેસી જઈએ છીએ. એનાથી ઘણી શાંતિ મળે છે. સલમાનખાને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમના પેરેન્ટ સલમા ખાન અને સલીમ ખાન સાથે રહેવા માટે તેઓ એક બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ છોડીને બીજે ક્યાંય રહેવા નહીં જાય.
આ વાત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે સલમાન ખાન તેમના માતા-પિતાને કેટલો જ પ્રેમ કરે છે અને એમની કેટલો નજીક છે. આ જ કારણે તેમને લોકોૌ ભાઈજાન, દોસ્ત અને આઈડિયલ બેટો ગણે છે.