અભિનેતા અને નિર્માતા જેડી મજેઠિયાના પિતાનું નિધન
મુંબઈઃ ગુજરાતી અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક અને ખાસ કરીને આઇકોનિક અને કલ્ટ ક્લાસિક શો સારાભાઇ Vs સારાભાઇના નિર્માણ માટે જાણીતા જમનાદાસ મજેઠિયાના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. પિતા નાગરદાસભાઇ મજેઠિયાનું આજે સવારે નિધન થયું હતું. તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમના આજે સાંજે 4.30 વાગે કાંદિવલીની દહાણુકર વાડી સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
જેડી મજેઠિયા તેમના પિતાની ઘણી નજીક હતા. જેડીએ સોશિયલ મીડિયા પર પિતા સાથેની ખુશ તસવીર શેર કરી પિતાને શ્રદ્ધાંજલિ આપી છે.
આપની જાણ ખાતર કે જેડી મજેઠિયા ગુજરાતી ઉદ્યોગમાં તેમના કાર્યો માટે જાણીતા છે. જેડી ગુજરાતી ઉપરાંત અને હિન્દી નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં તેના યોગદાન માટે ઓળખ મેળવી છે. તેમણે મનોરંજન ઉદ્યોગમાં અમિટ છાપ છોડી છે.
તેમણે સારાભાઈ વિ સારાભાઈ અને ખીચડી જેવા કેટલાક ક્લાસિક ટેલિવિઝન શો આપ્યા છે. તેઓ સફળ શો નિર્માતાઓમાંના એક છે. તેમના નાટકો, સિરિયલો સ્વચ્છ અને નિર્ભેળ મનોરંજન પીરસે છે. આપણે પણ જેડી મજેઠિયાના દુઃખમાં સહભાગી થઇએ અને ભગવાન તેમને માથે આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ.