શાહરૂખ અને સુહાના ખાનની ફિલ્મમાં આ અભિનેતાને મળ્યો ખાસ રોલ
કિંગખાન શાહરૂખ ખાન અને તેની દીકરી સુહાના ખાનની ચમકાવતી ફિલ્મ કિંગનું શૂટિંગ હજુ શરૂ થવાનું બાકી છે,પરંતુ આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટને લીધે અત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મમાં શાહરૂખ તેની દીકરી સુહાના સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ સાથે આ ફિલ્મમાં અભિષેક બચ્ચનનો પણ ખાસ રોલ છે. ત્યારે હવે મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં વધુ એક નામ જોડાયું છે. આ નામ છે મુંઝા ફેમ એક્ટર અભય વર્મા. આ ફિલ્મમાં અભય પણ એક મહત્વનો રોલ કરવાનો છે.
ફિલ્મની સ્ક્રીપ્ટ ફાઈનલ થઈ ગઈ છે. થોડું શૂટિંગ ઈન્ડિયા અને બાકીનું યુએસમા થશે તેમ જાણવા મળ્યું છે. શૂટિંગ દિવાળી બાદ એટલે કે નવેમ્બર મહિનામાં શરૂ થાય તેવી સંભાવના છે.
દરમિયાન સુહાના અને અગસ્ત્યના સંબંધોની ચર્ચા હજુ બોલીવૂડમા એટલી જ થઈ રહી છે. અગત્સ્યની બહેન નવ્યા નવેલીએ પોતાના સિદ્ધાંત ચતુર્વેદી સાથેના સંબંધો તૂટવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું ત્યારે લોકો સુહાના અને અગસ્ત્યના સંબંધોનું શું સ્ટેટ્સ છે, તે જાણવા આતુર છે.
જોકે હજુ બન્ને પરિવારમાંથી કોઈએ સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી.