60 વર્ષે આ અભિનેતા જીવનમાં થઈ ગર્લફ્રેન્ડની એન્ટ્રી, પરિણીત દીકરીના મનમાં…

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા પીકે સ્ટાર આમિર ખાને પત્ની કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા અને આખરે તેની સાથે પણ ડિવોર્સ લીધા. હવે સુપરસ્ટારના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે. આમિરે હાલમાં મુંબઈમાં કરેલા પ્રિ-બર્થડે સેલિબ્રેશનમાં પોતાની નવી ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે.
આમિરે જણાવ્યું હતું કે તે ફરી વખત પ્રેમમાં પડ્યો છે અને તેના પ્રેમનું નામ છે ગૌરી સ્પ્રૈટ. આમિરે મીડિયા સાથે ગૌરીને મળાવીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આ બધા વચ્ચે આમિર ખાનની દીકરી ઈરા ખાનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ શું છે ખાસ આ પોસ્ટમાં-

Also read: વિદ્યા બાલને છ મહિના સુધી મિરરમાં પોતાનો ચહેરો જોયો નહોતો, કારણ શું હતું?
આમિર ખાનની દીકરી ઈરા ખાન સામાન્યપણે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. એક્ટિંગની દુનિયા સાથે ઈરાનો કોઈ સંબંધ નથી, પણ તે સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ છે. હાલમાં જ ઈરાએ પોતાના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટને નેટિઝન્સ આમિરના નવા અફેયર સાથે જોડીને જોઈ રહ્યા છે. નેટિઝન્સનું માનવું છે કે આમિર અને ગૌરીની રિલેશનશિપનો ખુલાસો થયા બાદ ઈરાએ પોતાના સ્ટેટ ઓફ માઈન્ડ વિશે ખુલાસો કર્યો છે.
ઈરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં એક સાથે અનેક બ્રાઉઝર ખુલેલા દેખાઈ રહ્યા છે અને એની ઉપર કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે તમારું સ્ટેટ ઓફ માઈન્ડ શું છે? હીઃ નથિંગ એન્ડ ઓલસો મી… નેટિઝન્સ ઈરાની આ પોસ્ટને આમિરના નવા અફેયર સાથે જોડીને જોઈ રહ્યા છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે આમિર ખાનના અફેયરને કારણે દીકરીના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
Also read: એક્સ વાઈફ કહેશો નહીંઃ રહેમાનની તબિયત લથડ્યા પછી સાયરા બાનોએ કરી અપીલ
ઈરાની વાત કરીએ તો 2024માં ઈરાએ પોતાના લોન્ગ ટર્મ બોયફ્રેન્ડ નુપૂર શિખરે સાથે લગ્ન કર્યા હતા અને તેના લગ્નના ફંક્શન્સ અનેક દિવસો સુધી ચાલ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નુપૂર શિખરે આમિર ખાનનો જિમ ટ્રેનર છે.