મનોરંજન

દીકરાની બર્થડે પાર્ટીમાંથી Shahrukh Khan જ ગાયબ, ગૌરી અને કિંગ ખાન વચ્ચે બધું બરાબર છે?

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? બોલીવૂડના રોમેન્સ કિંગ શાહરૂખ ખાનના ત્રીજા નંબરનો દીકરો અબરામ ખાન 12 વર્ષનો થઈ ગયો છે અને 27મી મેના મુંબઈના એનએમએસીસી ખાતે યોજાયેલી સ્પેશિયલ બર્થડે પાર્ટીમાં કિંગ ખાનની હાજરી ઉડીને આંખે વળગી હતી અને એને કારણે લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે. જોકે, શાહરૂખ દીકરાની બર્થડે પાર્ટીમાંથી કયા કારણે ગાયબ હતો એ તો જાણી શકાયું નથી.

મળતી માહિતી અનુસાર શાહરૂખ ખાનના ત્રીજા દીકરા અબરામ ખાને 27મી મેના 12મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ બર્થડે પાર્ટી મુંબઈના બીકેસી ખાતે આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના એક કેફેમાં રાખવામાં આવી હતી. બર્થડે સેલિબ્રેશનનો ઈનસાઈડ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એસઆરકેની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અબરામ ખાન બહેન સુહાના સાથે હસતો હસતો વેન્યુ પર એન્ટ્રી લે છે. થોડી વારમાં જ ગૌરી ખાનની પણ વીડિયોમાં એન્ટ્રી થતી જોવા મળે છે. શાહરુખે અને ગૌરીના લાડકવાયા અબરામની બર્થડે પાર્ટી માટે ચોકલેટ કેક મંગાવવામાં આવ્યો હતો. સેલિબ્રેશન સમયે પિઝ્ઝા, મિઠાઈ અને અલગ અલગ પ્રકારની ડિશ જોવા મળી હતી.

આ પણ વાંચો: રોમાન્સનો કિંગ શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર માત્ર પાંચ જ મહિલાઓને ફોલો કરે છે

અબરામના જન્મદિવસે પ્રેમ, ફેમિલીટાઈમ અને હેપ્પીનેસની ઝલક જોવા મળી હતી, પરંતુ હા આ સમયે શાહરૂખ ખાન અને આર્યન ખાન બંનેની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. વીડિયો જોઈને ફેન્સ અબરામને બર્થડે વિશ કરી રહ્યા છે, પણ એની સાથે સાથે શાહરૂખ ખાનની ગેરહાજરીને લઈને પણ સવાલો કરવામાં આવી રહ્યા છે.

સામાન્યપણે શાહરૂખ ખાનની ઈમેજ ફેમિલી મેન તરીકેની છે અને દીકરાની બર્થડે પાર્ટીમાં તેની ગેરહાજરીથી ફેન્સના મનમાં સવાલ થઈ રહ્યો છે કે ફેમિલી મેન શાહરૂખ ખાન દીકરાના બિગ ડે પર કેવી રીતે ગેરહાજર રહી શકે છે. જોકે, આ સવાલનો જવાબ તો કિંગ ખાન પોતે જ આપી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button