મનોરંજન

પહેલાં Abhishek Bachchan અને હવે Jaya Bachchan… આ માંડ્યું શું છે Bachchan Familyએ?

બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે સતત લાઈમલાઈટમાં રહી રહ્યો છે. દરરોજ આ પરિવાર અને એની અંદર ચાલી રહેલી ખટપટના નીત નવા સમાચારો સામે આવતા જ હોય છે. પહેલાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને હવે જયા બચ્ચન (Jaya Bachchan)એ પણ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ને લઈને એવું નિવેદન આપ્યું છે કે જે સાંભળીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો. ચાલો તમને જણાવીએ આ વિશે-
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જયા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જયા બચ્ચન કરણ જોહરના શો કોફી વિથ કરણમાં વહુ ઐશ્વર્યાને લઈને વાત કરતાં જોવા મળી રહ્યા છે. જયા બચ્ચન વહુ ઐશ્વર્યાને લઈને કહી રહ્યા છે કે એ ખૂબ મોટી સ્ટાર છે, પણ જ્યારે અમે સાથે હોઈએ ત્યારે મેં એને ક્યારે આગળ આવવા માટે ધડપડ કરતી નથી જોઈ. મને એની આ જ ક્વાલિટી ખૂબ ગમે છે, એ હંમેશા પાછળ ઊભી રહે છે, ચૂપ રહે છે અને સાંભળે છે. સૌથી મહત્ત્વની વાત એટલે કે તે અમારા પરિવારમાં એકદમ સારી રીતે ભળી ગઈ છે. ટૂંકમાં એક વહુમાં હોવી જોઈએ એ તમામ ક્વોલિટી ઐશ્વર્યામાં છે.

જોકે, સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ નેટિઝન્સ તેના પર કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ટોક્સિક સાસુ, પાછળ ઊભા રહેવાની વાત કરે છે. ચૂપ થઈ જાવ. બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે શું તમે તમારી દીકરીને પણ આ જ સલાહ આપશો? ત્રીજા એકે લખ્યું કે બેંક બેલેન્સ જ ખાલી એમને અલગ બનાવે છે, બાકી તો સાસુની માનસિકતા જ સરખી જ છે. ચોથા એક યુઝરે લખ્યું છે કે ચૂપચાપ ઊભી રહે છે તો સારી છે, પણ જો પોતાના માટે સ્ટેન્ડ લે તો તે ખરાબ થઈ જાય?

આ પણ વાંચો : Abhishek Bachchanએ કેમ કહ્યું આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવારનું નામ…

અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેણે હાલમાં જ એક ડિવોર્સ સંબંધિત એક પોસ્ટ લાઈક કરી હતી. આ ઘટના બાદ અભિષેક-ઐશ્વર્યાના છુટાછેડાની અફવાઓનું બજાર એકદમ ગરમ થઈ ગયું છે અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે, પણ આ બાબતે બંનેમાંથી કોઈએ પણ ખુલીને કોઈ સ્પષ્ટતા કરી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button