ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…

બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારમાં કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ પરિવાર પારિવારિક વિખવાદોને કારણે વધારે ચર્ચામાં આવે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા અભિષેક બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી કોરિયોગ્રાફર અભિષેક બચ્ચન પર કિસની વરસાદ કરતી જોવા મળી રહી છે. જોઈએ હવે ઐશ્વર્યા અભિષેક બચ્ચનનો આ વીડિયો જોઈને શું રિએક્શન આપશે-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો અભિષેક બચ્ચનના બર્થડે પર જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાને પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે અભિષેક બચ્ચન પર કિસનો વરસાદ કરતી જોવા મળી છે. ફરાહે આ વીડિયો અભિષેકને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે શેર કર્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ફરી દમદાર ફિલ્મમાં જોવા મળશે અભિષેક બચ્ચન, ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર
આ વીડિયોને નેટિઝન્સ લાઈન કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. અભિષેકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ કપલે આ વિશે કંઈ પણ કહ્યું નથી.
ઐશ્વર્યા રાય-બચ્ચને પતિ અભિષેક બચ્ચનના જન્મદિવસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. જ્યારે કે ઐશ્વર્યાના જન્મદિવસે અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. બચ્ચન પરિવારની આ હરકત બાદ નેટિઝન્સે સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કર્યા હતા.
આ પણ વાંચો: એ મારો પહેલો પ્રેમ છે… કોના માટે કહ્યું અભિષેક બચ્ચને? વીડિયો થયો વાઈરલ…
ઐશ્વર્યા અને અભિષેકના વણસેલા સંબંધો વચ્ચે સોશિયલ મીડિયા પર અભિષેકનો આ વાઈરલ થઈ રહેલો વીડિયો જોઈને ઐશ્વર્યા શું અને કેવું રિએક્શન આપે છે.