મનોરંજન

મોડી રાતે Abhishek Bachchan કોની સાથે દેખાયો? લોકોએ પૂછ્યું Aaradhyaને ભૂલી ગયા કે?

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishek Bachchan) હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના તેના મતભેદને કારણે ખૂબ જ ચર્ચામાં છે. એમાં પણ ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બંન્નેએ અલગ અલગ લીધેલી એન્ટ્રી બાદ તો બંને જણ છુટાછેડા લઈ રહ્યા છે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

ગઈકાલે મોડી રાતે અભિષેક બચ્ચન બહેન શ્વેતા બચ્ચનના દીકરા અગત્સ્ય નંદા અને નવ્યા નવેલી નંદા (Shweta Bachchan’s Kid Agstya Nanda And Navya Naveli Nanda) સાથે ડિનર પાર્ટી કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર અભિષેકનો મામાની ડ્યૂટી નિભાવતો વીડિયો અને ફોટો વાઈરલ થતાં જ લોકોને આરાધ્યા બચ્ચન (Aradhya Bachchan)ની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી, જેને કારણે લોકોએ અભિને પૂછ્યું હતું કે શું તું પોતાની દીકરી આરાધ્યાને ભૂલી ગયો છે?

અત્રે ઉલ્લેખનીય છે કે આરાધ્યા બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારથી દૂર પોતાની મમ્મી ઐશ્વર્યા સાથે નાનીના ઘરે રહે છે અને તે અવારનવાર ઐશ્વર્યા સાથે જ સ્પોટ થતી હોય છે. વાત કરીએ ગઈકાલની ડિનર પાર્ટીની તો આ ડિનર પાર્ટીમાં ગઈકાલે અગસ્ત્ય અને નવ્યા સિવાય કિંગખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન (SRK’s Daughter Suhana Khan) પણ જોવા મળી હતી. ઈન્ડસ્ટ્રીમાં અગસ્ત્ય અને સુહાનાના અફેરની ચર્ચા ચાલી રહી છે.

આ લેટ નાઈટ ડિનર પાર્ટી પછી ચારેયમાંથી કોઈ પણ પેપ્ઝ પોઝ નહોતા આપ્યા. કેઝ્યુઅલ લૂકમાં અભિષેક અને અગસ્ત્યની જોડી એકદમ કમાલની લાગી હતી તો સુહાના ખાન પણ સુંદર આઉટફિટમાં આ પાર્ટીમાં પહોંચી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button