પહેલાં ગ્રે ડિવોર્સની પોસ્ટ, હવે નવી જર્ની માટેનો ઉત્સાહ દર્શાવતી પોસ્ટ… Abhishek Bachchanએ માંડ્યું શું છે?

હેડિંગ વાંચીને તમે કંઈ પણ અષ્ટમ પષ્ટમ વિચારી લો એ પહેલાં તમને જણાવી દઈએ કે તમે જેવું વિચારી રહ્યા છો એવું કશું જ નથી. બચ્ચન ખાનદાનના કુળદિપક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પોતાના વણસેલા સંબંધોને કારણે લાઈમલાઈટમાં આવી રહ્યા છે. હવે ફરી એક વખત અભિષેક બચ્ચન પોતાની નવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં છે. આવો જોઈએ શું છે આ પોસ્ટ-
વાત જાણે એમ છે કે ઐશ્વર્યા સાથેના છુટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફિલ્મ ઘૂડચઢીનો છે. આ વીડિયો શેર કરીને જુનિયર બચ્ચને ફિલ્મની આખી ટીમને અભિનંદન આપ્યા છે. આ ફિલ્મમાં એક પિતા અને દીકરાની વાર્તા છે જે એક માતા-દીકરીના પ્રેમમાં પડે છે. ફિલ્મનું ટ્રેલર શેર કરીને અભિષેક બચ્ચને લખ્યું છે કે ધન્યવાદ નિધિ અને બિનોય. તમારી આ નવી યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મનું ટ્રેલર એકદમ જબરજસ્ત છે.અભિષેકે આ વીડિયોમાં ફિલ્મની સ્ટાર કાસ્ટને ટેગ કરી છે.

પહેલાં ગ્રે ડિવોર્સની પોસ્ટ લાઈક કર્યા બાદ આ ફિલ્મનો વીડિયો શેર કરીને અભિષેક બચ્ચન શું કરવા ધારી રહ્યો છે એ ફેન્સને નથી સમજાઈ રહ્યું. આ પહેલાં અભિષેકે એક ગ્રે ડિવોર્સ સંબંધિત આર્ટિકલને લાઈક કર્યું હતું, જેને કારણે અભિષેક અને ઐશ્વર્યા છુટાછેડા લઈ રહ્યા છે એવી અફવાઓએ જોર પકડ્યું હતું. હવે આ ઘુડચઢીનો વીડિયો, નવી યાત્રાને લઈને ઉત્સાહ દેખાડીને અભિષેક શું સાબિત કરવા માંગે છે એ તો તે જ સારી રીતે જણાવી શકે ભાઈસાબ, આપણે તો બસ અટકળો લગાવી શકીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યા રાય-બચ્ચન અને દીકરી આરાધ્યાથી અલગ બચ્ચન પરિવાર સાથે એન્ટ્રી લીધી હતી ત્યારથી જ બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.