Abhishek Bachchanએ કહ્યું 'કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં' ખોટું છે! કલ્ચર અને ફૂડ વિશે કહી આ મોટી વાત… | મુંબઈ સમાચાર
મનોરંજન

Abhishek Bachchanએ કહ્યું ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં’ ખોટું છે! કલ્ચર અને ફૂડ વિશે કહી આ મોટી વાત…

હેડિંગ વાંચીને તમે પણ જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ આખરે કઈ વાત માટે ના પાડી એવું વિચારી રહ્યા હોવ તો તમારી જાણ માટે કે ગુજરાતને લઈને જુનિયર બચ્ચનને કંઈ પણ ઊલટુ સુલટું નથી કહ્યું. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જુનિયર બચ્ચન ગુજરાત અને ગુજરાતના કલ્ચરને લઈને વાતો કરતાં જોવા મળી રહ્યા છે. આવો જોઈએ શું કહ્યું છે જુનિયર બચ્ચને…

સોશિયલ મીડિયા ગુજરાત ટુરિઝમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિષેક બચ્ચન 70મા ફિલ્મફેર એવોર્ડ-2025મા એવોર્ડ જિત્યા બાદ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. જેમાં તેમને પૂછવામાં આવે છે કે જુનિયર બચ્ચન કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં… તો એના જવાબમાં જુનિયર બચ્ચને કહ્યું નહીં નહીં યે બિલકુલ ગલત બાત હૈ, કુછ દિન નહીં બહોત સારે દિન ગુઝારને ચાહિએ ગુજરાત મેં…

આ વીડિયોમાં આગળ અભિષેક ગુજરાતમાં પોતાના મનગમતા ફૂડ સ્પોટ અને ગુજરાતના ફરવાના સ્થળો વિશે પણ વાત કરે છે. અભિષેકે તો ત્યાં સુધી કહ્યું હતું કે મારા કરિયરની શરૂઆત જ ગુજરાતથી થઈ છે. જુનિયર બચ્ચનનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.

અત્રે ઉલ્લેખનીય છે કે જુનિયર બચ્ચન 70મો ફિલ્મફેર એવોર્ડ મળ્યા બાદ ઈમોશનલ સ્પીચ પણ શેર કરી હતી અને તેમણે આ સ્પીચમાં પત્ની ઐશ્વર્યા રાય-બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચનનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ ટ્રોફી મેળવવા માટે મેં જેટલી મહેનત કરી છે એનાથી વધારે ત્યાગ ઐશ્વર્યા અને આરાધ્યાએ કર્યો છે. આજે મારા મારા હાથમાં ટ્રોફી જોઈને તેમને પણ અહેસાસ થશે કે તેમનો ત્યાગ બિલકુલ નથી વ્યર્થ નથી ગયો.

અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક અને કાલિધર લાપત્તમાં જોવા મળ્યા હતા. હાલમાં પણ તેના હાથમાં અનેક પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે. જોકે, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.

આપણ વાંચો:  કેબીસીમાં આવતા બાળકોની વર્તણૂકના વિવાદ વચ્ચે અમિતાભ બચ્ચને કોની માફી માગી

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button