વાતો-વાતોમાં જ Abhishek Bachchanએ ખોલી Jaya Bachchanની પોલ, કહ્યું કે મને તો…

બોલીવૂડના અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની ફિલ્મોથી વધારે પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ગઈકાલે જ અભિષેકની ફિલ્મ કાલીધર લાપત્તા રીલિઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશનલ ઈન્ટરવ્યુમાં જુનિયર બચ્ચને મીડિયા સમક્ષ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આવા જ એક ઈન્ટરવ્યુમાં અભિષેકે માતા જયા બચ્ચન (Jaya Bachchan)ને લઈને એવી વાત કહી હતી કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું અભિષેકે-
અભિષેક બચ્ચનને પૂછવામાં આવ્યું કે કાલીધર લાપત્તા જેવી ફિલ્મની શૂટિંગની તૈયારીમાં તે શું શીખ્યો? જેના જવાબમાં અભિષેકે જણાવ્યું કે અમે ભોપાલની આસપાસમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું જે મારું મોસાળ છે. મારી સૌથી મોટી લર્નિંગ એ હતી કે જ્યારે તમને તમારી નાની પ્રેમથી ભોજન કરાવે તો તમારું વજન નહીં વધે. દરરોજ રાતે પેકઅપ બાદ હું નાની પાસે જતું હતું. ભગવાનની કૃપાથી તેઓ 95 વર્ષના છે અને અમારી સાથે છે. તેઓ દરરોજ રાતે કોશા માંગશો તૈયાર રાખતા. બધું ખૂબ જ સારું હતું. પ્રેમથી બનાવેલું, પ્રેમથી ખવડાવેલું તમારું વજન ક્યારેય નહીં વધે.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchanથી કેમ ડર લાગે છે અભિષેક બચ્ચનને? કહ્યું કે…
જોકે, આ ઈન્ટરવ્યુ દરમિયાન જ અભિષેકે વાતો-વાતોમાં જ પોતાની માતા જયા બચ્ચનની પોલ ખોલી નાખી હતી. તેણે કહ્યું હતું કે મારી નાની કૂક છે, મારી મા નહીં. હું તો જ્યારે પણ ભોપાલમાં હોઉં છું ત્યારે મને ખૂબ જ મજા આવી જાય છે. પ્રેમ મળે છે. મારા માટે મારા જીવનનો સૌથી મોટું લેસન હતું કે જ્યારે પણ નાની તમને પ્રેમથી ખવડાવે તો તેનાથી તમારું વજન નથી વધતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. હાલમાં થોડાક સમય જ તેણે ફિલ્મ કાલિધર લાપત્તાના પ્રમોશન સમયે ડિવોર્સ અને ટ્રોલ્સને લઈને ખુલીને વાત કરી હતી. જોકે, એક વાત તો છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું, અને બંને જણ અલગ અલગ રહે છે અને જાહેરમાં સાથે દેખાવવાનું ટાળે છે.