Abhishek Bachchanને દોડીને ગળે લગાવી જયા બચ્ચનની ‘દુશ્મન’ને અને…

હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈસાબ અહીં કોની વાત થઈ રહી છે? તો તમારી જાણ માટે કે અહીં બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને એવરગ્રીન એક્ટ્રેસ રેખા (Rekha)ની વાત થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રેખા અને અભિષેક કોઈ ઈવેન્ટમાં પહોંચ્યા હોય છે અને અભિષેક દોડીને સ્ટેજ પર રેખાને ગળે લગાવી લે છે.
ચાલો જોઈએ શું થયું આગળ આ વીડિયોમાં…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન અને રેખાના અફેયર અને રિલેશનશિપની ચર્ચા આજે પણ એટલી જ ફ્રેશ છે જેટલી પહેલાં હતી. પરંતુ એ સાથે એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે કે રેખા અને બિગ બી ક્યારેય જાહેર મંચ પર સાથે જોવા મળતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક બચ્ચન અને રેખા એક જ ઈવેન્ટમાં આમને સામને આવી જાય છે. રેખા અને અભિષેક બચ્ચન જ્યારે એક ઈવેન્ટમાં ભટકાઈ જાય છે ત્યારે અભિષેક બચ્ચન દોડીને રેખાને ગળે લગાવી લે છે. રેખા પણ અભિષેકને એકદમ વ્હાલથી મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ સોશિયલ મીડિયા પર આ વીડિયો પર લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે હાલમાં જ એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રેખા અને અભિષેક વચ્ચેનો આ સુંદર બોન્ડ જોવા મળી રહ્યો છે. બંનેની સાદગીએ લોકોનું દિલ જિતી લીધું હતું. બંને જણ એકબીજાને જોઈને ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા. ખૂબ જ એવા મોકા આવે છે જ્યાં બચ્ચન પરિવાર અને રેખા એક સાથે દેખાય છે.
Also read: પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….
અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન જ નહીં પણ ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે પણ રેખા ખૂબ જ સુંદર બોન્ડ શેર કરે છે. ઐશ્વર્યા તો રેખાને મા કહીને જ બોલાવે છે અને રેખા પણ ઐશ્વર્યાને પોતાની દીકરી જ માને છે. અભિષેક બચ્ચનની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ અભિષેક બચ્ચનની ફિલ્મ બી હેપ્પી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અભિષેક સાથે નોરા ફતેહી અને ઈનાયત વર્મા પણ લીડ રોલમાં જોવા મળશે.