મનોરંજન

Divorceની વચ્ચે Abhishek Bachchanની પોસ્ટ વાઈરલ, કોમનસેન્સનો તો કોઈ…

બોલીવૂડના પાવરફૂલ ફેમિલીમાંથી એક એવા બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે. એમાં પણ જ્યારથી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)નો બર્થડે ગયો છે ત્યારથી જો બચ્ચન પરિવાર ખૂબ જ ચર્ચામાં આવ્યો છે.

બચ્ચન પરિવારમાંથી કોઈએ પણ ઐશ્વર્યાને બર્થડે વિશ નથી કર્યું અને એને કારણે નેટિઝન્સ જાત-જાતની વાતો કરી રહ્યા છે. પહેલાંથી જ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ડિવોર્સની અફવાઓનું બજાર ગરમ છે ત્યાં અભિષેકની એક સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને આ પોસ્ટમાં અભિષેક કોમન સેન્સની વાત કરી રહ્યો છે,

આપણ વાંચો: પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….

આવો જોઈએ શું છે ખાસ આ પોસ્ટમાં-

અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે મુર્ખતાનો સૌથી સચોટ જવાબ શું હોઈ શકે છે. અભિષેક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શન પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કોમનસેન્સ વિશે વાત કરી છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજલન્સના વધતા જતા ચલણ પર પોતાની રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એ ક્યારેય માણસના કોમનસેન્સની બરાબરી નહીં કરી શકે.

પોતાની પોસ્ટમાં જુનિયર બચ્ચને લખ્યું હતું કે મુર્ખતાથી લડવાનું સૌથી મોટી હથિયાર છે કોમન સેન્સ. એઆઈ ટ્રેન્ડમાં છે, પરંતુ યાદ રાખો કોમનસેન્સ હંમેશા મુર્ખતાનો સુંદર જવાબ રહ્યો છે. કોમનસેન્સ ડિયોડોરેન્ટની જેમ છે. જે લોકોને એની સૌથી જરૂર છે એ એનો ઉપયોગ ક્યારેય નથી કરતાં.

અહીંયા તમારી જાણે માટે કે આ વીડિયો અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકના પ્રમોશનનો એક હિસ્સો છે. આ ફિલ્મનું નિર્દેશન સૂજિત સરકારે કર્યું છે. આઈ વોન્ટ ટુ ટોક સૂજિત સરકાર સાથે જુનિયર બચ્ચનની પહેલી ફિલ્મ છે.

અભિષેક બચ્ચનની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી ઠીક નથી ચાલી રહ્યું અને આ જ કારણે ઐશ્વર્યા સાસરિયાઓથી દૂર પોતાના પિયરમાં રહે છે.

એટલું જ નહીં અભિષેક બચ્ચનનું પોતાની જ ફિલ્મની દસવીની કો-સ્ટાર નિમ્રત કૌર સાથે અફેર ચાલી રહી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જોકે, આ મામલે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ન તો બચ્ચન પરિવાર દ્વારા કે ન તો ઐશ્વર્યા દ્વારા કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button