જાણીતા પ્રોડ્ક્શન હાઉસની પાર્ટીમાં અભિષેક બચ્ચન, નિમરત કૌર, રશ્મિકા મંદાના છવાયા

મુંબઈઃ ‘સ્ત્રી’, ‘ભેડિયા’ જેવી ફિલ્મો બનાવનાર પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સના 20 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડની ઘણી બધી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ કલાકારોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
‘મેડોક’ ફિલ્મ્સના હીરો અને હિરોઈન જેમ કે શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન, વરુણ ધવન અને અન્ય લોકોએ પાર્ટીમાં ખૂબ જ સ્ટાઇલમાં હાજરી આપી હતી. કેટલાક નવા ચહેરાઓ અને ફિલ્મ નિર્માતાઓએ પણ પોતાની હાજરી નોંધાવી હતી.
આ પણ વાંચો: વ્હાઈટ સાડી, રેડ બ્લાઉઝ, અંબોડામાં ગજરો, જાણીતી એક્ટ્રેસનો આ લૂક જોઈને તો…
અભિષેક બચ્ચનઃ

અભિષેક બચ્ચને પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, અભિનેતા કાળા જેકેટ સ્ટાઇલ શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો. તેણે પાપારાઝી સામે પોઝ આપ્યા હતા.
નિમરત કૌરઃ

અભિષેક બચ્ચન સાથે દસવી નામની ફિલ્મમાં કામ કરી ચૂકેલી નિમરત કૌર પણ આ પાર્ટીમાં આવી હતી. તેણે ઓફ શોલ્ડર બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો. અભિષેક સાથેના અફેરના સમાચારો વચ્ચે, બંને પહેલીવાર કોઈ પાર્ટીમાં સાથે આવ્યા હતા.
રશ્મિકા મંદાનાઃ

સલમાન ખાન સાથે ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળેલી રશ્મિકા પણ અન્ય કલાકારો સાથે પાર્ટીમાં જોવા મળી હતી. અભિનેત્રીએ વાઇન કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો.
કૃતિ સેનન:

કૃતિ સેનન મેડોક ફિલ્મ્સની હિરોઈન છે. આ અભિનેત્રીએ આ બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘ભેડિયા’માં કામ કર્યું હતું. કૃતિ આ પાર્ટીમાં આ સુંદર સિલ્વર કલરના ડ્રેસમાં પહોંચી હતી.
શ્રદ્ધા કપૂર:

શ્રદ્ધા કપૂર મેડોક ફિલ્મ્સની સૌથી સફળ હિરોઈન છે. તેણે ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી 2’ જેવી શાનદાર ફિલ્મો આપી છે. અભિનેત્રીએ પ્રોડક્શન કંપનીની પાર્ટીમાં હાજરી આપી હતી. તેણે સફેદ ટી-શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું. ચાહકોને અભિનેત્રીનો આ સિમ્પલ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અનન્યા પાંડે:

બ્લેક ટ્રંક ટોપ અને બ્લેક જીન્સમાં અનન્યા પાંડે ખૂબ જ સુંદર અને અલગ દેખાતી હતી. તેણે સાથે કાળા કલરનું પર્સ લીધું હતું.
સારા અલી ખાન:

સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે, ભાઈ અને બહેન બંનેએ કાળા કલરનું બ્લેઝર પહેર્યું હતું.