મારા પરિવારના સદસ્ય જેવા જ હતા એ… જાણો અભિષેક બચ્ચને કોના માટે કરી આવી પોસ્ટ?

બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારમાં કરવામાં આવે છે અને આ બચ્ચન પરિવારના ચિરંજીવ એટલે કે અભિષેક બચ્ચન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના નજીકના વ્યક્તિનું નિધન થયું છે. સામે આવી રહેલી માહિતી અનુસાર જુનિયર બચ્ચનના મેકઅપ દાદા અશોક સાવંતનું નિધન થયું છે. અભિષેકે અશોક સાથેના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમના માટે પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં જુનિયર બચ્ચને જણાવ્યું હતું કે જુનિયર બચ્ચનની પહેલી ફિલ્મથી અશોક તેમની સાથે છે અને તેઓ બચ્ચન પરિવાર માટે પરિવારના સદસ્ય સમાન હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં જુનિયન બચ્ચને લખ્યું હતું કે અશોક દાદા અને હું 27 વર્ષથી સાથે છીએ. તેમણે મારી પહેલી ફિલ્મ માટે મને મેકઅપ કર્યો હતો. તેઓ માત્ર મારી ટીમનો હિસ્સો નથી, પણ તેઓ મારા પરિવારનો હિસ્સો છે. તેમના મોટાભાઈ દિપક 50 વર્ષથી મારા પિતા અમિતાભ બચ્ચનના મેકઅપ મેન રહ્યા છે.
અભિષેકે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ બીમાર હતા અને એટલે મારી સાથે સેટ પર નહોતા રહી શકતા. પરંતુ જ્યારે પણ હું શૂટિંગ કરતો ત્યારે એક પણ દિવસ એવો નહીં રહ્યો હોય તે તેઓ મને મળવા ના આવ્યા હોય. તેઓ હંમેશા તેમના આસિસ્ટન્ટ મારો મેકઅપ કેવો કરી રહ્યા છે એની નોંધ લેતા હતા. અશોક એક પ્રેમાળ, સારા અને મિલનસાર સ્વભાવના વ્યક્તિ હતા. તેમના ચહેરા પર હંમેશા સ્માઈલ રહેતી અને તેમના બેગમાં ચેવડો, ભાકરવડી વગેરે હંમેશા જ હોય. ગઈકાલે એમનું નિધન થયું.
અભિષેક બચ્ચન જ્યારે પણ કોઈ નવી ફિલ્મનો પહેલો શોટ લેતાં ત્યારે અશોક દાદાને પગે પડતો હતો. પોતાની પોસ્ટમાં જુનિયર બચ્ચને એવું પણ જણાવ્યું હતું કે હવે હું જ્યારે પણ ઉપર સ્વર્ગની તરફ જોઈશ તો મને ખબર છે કે તમે મને જોઈ રહ્યા છો અને આશિર્વાદ આપી રહ્યા છો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે અને તમે જ્યાં પણ રહો ત્યાં હંમેશા ખુશ રહો…
અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેકના હાથમાં ફિલ્મ હેરા ફેરી-3 અને રાજા શિવાજી જેવા પ્રોજેક્ટ હોવાનું રહેવાય છે. આ સિવાય આ વર્ષે જ અભિષેકની ફિલ્મ કાલિધર લાપત્તા, હાઉસફૂલ-4 અને બી હેપ્પી રિલીઝ થઈ હતી. જેમાં દર્શકોએ તેમના કામને ખૂબ જ વખાણ્યો હતો.
આ પણ વાંચો…અભિષેક બચ્ચનની ઈમોશનલ સ્પીચ બાદ ઐશ્વર્યા રાય બચ્ચનની First Post, માન્યો આભાર…



