મનોરંજન

આ બેંક દર મહિને Abhishek Bachchanને આપે છે લાખો રૂપિયા? જાણો શું છે આ પાછળનું કારણ…

બી-ટાઉનના જુનિયર બચ્ચનના હુલામણા નામે ઓળખાતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) એક્ટિંગ સિવાય બિઝનેસમાં પણ માસ્ટર છે અને આ જ કારણ છે કે લાંબો સમય સુધી ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ અભિષેક એકદમ લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. એટલું જ નહીં દેશની એક જાણીતી મોટી બેંક પણ જુનિયર બચ્ચનને દર મહિને લાખો રૂપિયાની ચૂકવે છે. ચાલો જોઈએ શું છે આખો કિસ્સો…

આ પણ વાંચો : જાહેરમાં જ જ્યારે Aishwarya Raiને અપમાનિત કરી Bachchan Familyના આ સભ્યે, વીડિયો જોઈ સમસમી જશો…

વાત જાણે એમ છે કે અભિષેક બચ્ચને અલગ અલગ જગ્યાએ સારા એવા પ્રમાણમાં રોકાણ કરી રાખ્યું છે. સ્પોર્ટ્સ ટીમ સહિત અનેક ક્ષેત્રમાં અભિષેક બચ્ચને રોકાણ કર્યું છે અને આ જ કારણે લોકો તેમને એક સારા બિઝનેસમેન તરીકે ઓળખે છે. અભિષેક બચ્ચનનો બિઝનેસ પોર્ટફોલિયો તેના ફિલ્મી કરિયરથી ખૂબ જ મોટો છે. એટલું જ નહીં પણ દેશની એક મોટી બેંક અભિષેકને દર મહિને 18 લાખ રૂપિયા ચૂકવે છે, ચાલો જોઈએ આખરે આવું કેમ?

અભિષેક બચ્ચનની કુલ નેટવર્થ 280 કરોડ રૂપિયા છે એવો દાવો એક રિપોર્ટમાં કરાયો છે. પરંતુ આટલી સંપત્તિ જુનિયર બચ્ચને ફિલ્મો અને એક્ટિંગથી નથી કમાવી. આ સંપત્તિ તેણે બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં પોતાની પકડ બનાવીને કમાવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અભિષેક બચ્ચનને દર મહિને 18 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે અને આ પૈસા જુનિયર બચ્ચનને આપવામાં આવે છે એનું કારણ છે મુંબઈના જૂહુ સ્થિત આવેલા બંગલાનો એક હિસ્સો છે. આ બંગલાનો એક હિસ્સો જુનિયર બચ્ચને ભાડા પર આપ્યો છે.

જી હા, એસબીઆઈ બેંકે અભિષેક બચ્ચનના જૂહુ ખાતે આવેલા બંગલાનો ગ્રાઉન્ડ ફ્લોર ભાડા પર લીધો છે અને આ સંબંધમાં અભિષેક અને એસબીઆઈ વચ્ચે 15 વર્ષનો કરાર પણ થયો. આ કરાર હેઠળ જ બેંકે દર મહિને જુનિયર બચ્ચનને એક ચોક્કસ રકમ ભાડા પેટે ચૂકવવી પડે છે. આ રકમ શરૂઆતના પાંચ વર્ષ માટે નક્કી કરવામાં આવી છે અને પાંચ વર્ષ 23.6 લાખ રૂપિયા અને એના પાંચ વર્ષ બાદ આ રકમ વધીને 29.5 લાખ રૂપિયા વધી જાય છે. આ એક લોન્ગ ટર્મ એગ્રીમેન્ટ છે જેને કારણે બચ્ચન પરિવારને એક સ્થિર આવકનો સ્રોત મળશે.

અભિષેક એક એક્ટર તો છે જ પણ એની સાથે સાથે જ તેણે ખૂબ જ સમજી વિચારીને રોકાણ કર્યું છે જેને કારણે તે ફિલ્મો નહીં કરીને પણ સારા એવા પૈસા કમાવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button