Abhishek Bachchanએ કેમ કહ્યું હું આ ક્યારેય સમજી શક્યો નથી મને એનાથી ચીડ આવે છે…

બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એક તરફ પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સ અને બોલીવુડ એક્ટ્રેસ નિમ્રત કૌર સાથેના અફેરને કારણે વધારે ચર્ચામાં રહે છે. જોકે, નિમ્રત કૌર સાથે અફેરની ચર્ચા વચ્ચે બચ્ચન પરિવાર કે અભિષેક બચ્ચન દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. હવે અભિષેકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક સંબંધો અને કમિટમેન્ટને લઈને વાત કરી રહ્યો છે.
આ પણ વાંચો: પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….
આ વીડિયો બચ્ચન પરિવાર સાથે ખૂબ જ સારો સંબંધ રાખનાર સિમી ગ્રેવાલે શેર કર્યો છે. જેમાં અભિષેક સંબંધ, રિલેશનશિપ અને કમિટમેન્ટને લઈને વાત કરતો જોવા મળી રહ્યો છે. અભિષેક બચ્ચન 2003માં સિમી ગ્રેવાલના શો પર પહોંચ્યો હતો. આ વીડિયોમાં અભિષેક બચ્ચન એવું કહેતો સાંભળવા મળે છે કે મને જૂના વિચારોવાળો કહી શકો છો, પણ હું એ લોકોના પણ વિરોધી નથી કે જે લોકો મજા કરવામાં માને છે.
આગળ આ વીડિયોમાં અભિષેક એવું પણ કહે છે કે જો તમે કોઈને કોઈ વાતનું કમિટમેન્ટ કરો છો તો પછી એને પૂરું કરો, નહીં તો કરો જ નહીં. જો કોઈ પુરુષ મહિલાને કમિટમેન્ટ કરે છે તો પછી એને લોયલ રહો. મોટા ભાગના લોકો પુરૂષ પર બેવફા હોવાનું લાંછન લગાવે છે. પણ હું આ સમજી શકયો નથી. હું આ વાતથી સહેમત નથી. મને આ વસ્તુથી સખત ચીડ આવે છે.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
અભિષેક બચ્ચનનો આ વીડિયો શેર કરીને સિમી ગ્રેવાલે લખ્યું હતું કે જે કોઈ પણ અભિષેકને પર્સનલી ઓળખતા હોય તો એ લોકો ચોક્કસ આ વાતથી સહમત થશે. અભિષેક બચ્ચન બોલીવુડની સૌથી સારી વ્યક્તિ છે. સારા સંસ્કાર, અને શાલીનતા…
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચને હાલમાં જ પહેલી નવેમ્બરના દિવસે પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, પરંતુ બચ્ચન પરિવાર કે અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી નહોતી.