Abhishek Bachchanએ કરી જયા અને ઐશ્વર્યાની સરખામણી, કહ્યું પહેલાં મા અને હવે પત્ની… | મુંબઈ સમાચાર

Abhishek Bachchanએ કરી જયા અને ઐશ્વર્યાની સરખામણી, કહ્યું પહેલાં મા અને હવે પત્ની…

બચ્ચન પરિવારની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે. જોકે, એ વાત અલગ છે કે હાલમાં આ ફેમિલી પારિવારિક વિખવાદોને કારણે વધારે ચર્ચામાં આવી રહ્યો છે. હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પોતાની ફિલ્મ કાલિધર લાપતાને કારણે લાઈમલાઈટમાં આવી રહ્યો છે અને ફિલ્મના પ્રમોશન માટે ઈન્ટરવ્યુ પણ આપી રહ્યો છે. આ સમયે જ અભિષેકે ડિવોર્સને લઈને ખુલીને પહેલી વખત વાત કરી છે. એટલું જ અભિષેકે એવું પણ જણાવ્યું હતું કે પત્ની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના તેમના સંબંધો કેવા છે અને બંને કેવી રીતે રહે છે-

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધોને લઈને જાત જાતની અટકળો સામે આવી રહી છે. ઐશ્વર્યા અને અભિષેકના વણસેલા સંબંધો માટે લોકો ક્યારેક સાસુ જયા બચ્ચનને તો ક્યારેક શ્વેતા બચ્ચનને કારણભૂત ગણાવી રહ્યા હતા. આ સિવાય બોલીવૂડ એક્ટ્રેસ નિમ્રત કૌર અને અભિષેકનું નામ પણ આ સમયે જોડવામાં આવી રહ્યું હતું. પણ હવે અભિષેકે ડિવોર્સ વિશે અને આ તમામ વિશે ખુલીને વાત કરી છે.

આ પણ વાંચો: Jaya Bachchan અને Aishwarya Rai વચ્ચેની લડાઈનો આવ્યો અંત? શોપિંગ અને વેકેશન પર ગયા સાથે…

અભિષેકે ઐશ્વર્યા સાથેના પોતાના સંબંધોને લઈને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે એક વાત તો કન્ફર્મ છે કે પહેલાં મારી જયા બચ્ચન અને હવે મારી પત્ની ઐશ્વર્યાએ ક્યારેય બાહરી દુનિયાને ઘરની અંદર પ્રવેશવા નથી દીધી. ઐશ્વર્યાએ આરાધ્યાનો ઉચ્છેર એટલો સારી રીતે કર્યો છે કે કોઈ મા આ રીતે પોતાના સંતાનને ના ઉછેરી શકે છે.

અભિષેકે આગળ એવું પણ જણાવ્યું હતું કે આરાધ્યાના ઉછેરનો પૂરો શ્રેય ઐશ્વર્યાને જાય છે. આરાધ્યા પાસે આજની તારીફમાં ફોન નથી કે ન તો તે બાકીના સ્ટાર કિડની જેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નથી કરતી. ઐશ્વર્યાએ આ તમામ વસ્તુઓ પર રોક લગાવી છે. હું આની ક્રેડિટ આરાધ્યાની મા ઐશ્વર્યાને આપવા માંગુ છું. હું મારા કામ માટચે માટી ફિલ્મ માટે બહાર હોઉં છું, પણ ઐશ્વર્યા આરાધ્યા પાછળ ખૂબ જ મહેનત કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અભિષેક બચ્ચનની ફિલ્મ કાલિધર લાપતા રિલીઝ થઈ છે અને દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. ખુદ અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દીકરાની ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button