મનોરંજન

Amitabh Bachchanની આ હીરોઈનના પ્રેમમાં હતો Abhishek Bachchan, પૂછ્યો હતો એવો સવાલ કે…

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ડિવોર્સની અફવાઓ ઉડી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે અભિષેક બચ્ચનને પહેલી વખત પ્રેમ થયો એ પિતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની હીરોઈન હતી.

એટલું જ નહીં પણ તેણે આ એક્ટ્રેસને એક એવો સવાલ પણ કર્યો હતો કે જેનો જવાબ સાંભળીને આજે પણ અભિષેક બચ્ચન શરમથી પાણી પાણી થઈ જાય છે. ખુદ અભિષેકે આ વાતનો ખુલાસો કર્યો હતો, ચાલો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને શું હતો આ સવાલ-

વાત જાણે એમ છે કે અભિષેક બચ્ચનને વિતેલા જમાનાની હીરોઈન ઝિન્નત અમાન (Zeenat Aman) સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. એટલું જ નહીં અભિષેક પિતા સાથે શૂટિંગના સેટ પર જતા અને ઝિન્નત અમાન સાથે ટાઈમ સ્પેન્ડ કરતો, રમતો. એ સમયે અભિષેકની ઉંમર પાંચ વર્ષની હતી. ખુદ અભિષેકે આ કિસ્સાનો ઉલ્લેખ ફિલ્મના પ્રમોશન માટે એક શો પહોંચેલો ત્યારે કર્યો હતો.

આ પણ વાંચો: અભિષેક બચ્ચન સાથે છુટાછેડા વચ્ચે આ કોની સાથે ડાન્સ કરતી જોવા મળી ઐશ્વર્યા?

આ શો પર શોના હોસ્ટ રિતેશ દેશમુખ (Rietesh Deshmukh)એ અભિષેકને ઝિન્નત અમાન સાથેનો કિસ્સો સંભળાવવા કહ્યો હતો, જેના વિશે અભિષેક ઓલરેડી રિતેશને કહી ચૂક્યો હતો. અભિષેકે આ કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે હું પાંચ વર્ષનો હતો અને હું એમને ખૂબ જ પ્રેમ કરતો હતો. એક સાંજે જ્યારે અમે બધા એક રેસ્ટોરાંમાં બેસીને ભોજન કરી રહ્યા હતા અને ભોજન કરીને ઝિન્નત અમાન જવા લાગ્યા.

મેં એમને પૂછ્યું કે ઝિન્નત આંટી તમે ક્યાં જઈ રહ્યા છો? તેમણે કહ્યું હું મારા રૂમમાં જાઉં છું. મેં પૂછ્યું કેમ જઈ રહ્યા છો? તો તેમણે કહ્યું કે સૂવા જઈ રહી છું. મેં પૂછ્યું એકલા જ જઈ રહ્યા છો? એ સમયે બાળક હતા એટલે એકલા સૂવાની આદત નહોતી. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે હા, તો મેં પૂછ્યું હું આવી જાઉ તમારી સાથે સૂવા? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે થોડો મોટો થઈ જા પછી આવજે…

આ સાંભળીને અભિષેક સાથે શો પર પહોંચેલા અજય દેવગણે અભિષેકને પૂછ્યું કે શું તે મોટા થયા બાદ એમને આ સવાલ પૂછ્યો છે? જેના જવાબમાં અભિષેકે હસતાં હસતાં ના પાડી. પરંતુ આજે પણ અભિષેક આ જવાબને કે કિસ્સાને યાદ કરે છે ત્યારે એકદમ શરમથી પાણી પાણી થઈ જાય છે.

અભિષેકે ખુદ ખુલાસો કર્યો હતો કે તે ઝિન્નત અમાનને ખૂબ જ પસંદ કરતો હતો અને તેનો પહેલો પ્રેમ ઝિન્નત અમાન જ હતા. એટલું જ નહીં પણ ઝિન્નત અમાને જ અભિષેકને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button